________________
295
દૃષ્ટિરાગ પાપી છે ઃ
:
♦ : હેય અને ઉપાદેયનો વિવેક - 22
રાગ ત્રણ પ્રકારના : કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ. આ ત્રણમાં છેલ્લો દૃષ્ટિરાગ ઘણો જ પાપી છે અને તે સત્પુરુષો માટે પણ દુરુચ્છેદ છે. કામરાગ અને સ્નેહરાગ થોડી મુસીબતે દૂર કરી શકાય તેવા છે, પણ દૃષ્ટિરાગ તો સત્પુરુષો માટે પણ દુઃખથી છેદી શકાય તેવો છે : અર્થાત્-સત્પુરુષો પણ એના પાશમાં સપડાઈ જાય છે. કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
“જામરાવળનેહા-વીષરનિવારણો ।
દૃષ્ટિ વસ્તુ પાપીવાનું, ગુલ્ઝેન: સત્તાપિ ।। ।।"
‘હૈ વીતરાગ ! કામરાગ અને સ્નેહરાગ એ સહેલાઈથી નિવારી શકાય તેવા છે, જ્યારે પાપી એવો દૃષ્ટિરાગ તો સત્પુરુષો માટે પણ દુઃખે કરીને છેદી શકાય તેવો છે.’
Jain Education International
૧૯
કામરાગ અને સ્નેહરાગ ભાવનાદિકથી દૂર કરી શકાય છે, પણ કુદર્શન ઉપર ચોંટેલો દૃષ્ટિરાગ, એ એવો ભયંકર છે કે જેના પાશમાંથી સત્પુરુષો પણ છૂટી શકતા નથી. આથી કોઈ પણ ખોટી માન્યતાને આધીન ન થઈ જવાય, એની ખાસ કાળજી રાખવાની છે. આપણું જીવન જો આપણે સફળ કરવા માંગતા હોઈએ, તો આપણી ફરજ છે કે આપણે કેવળ વ્યક્તિના જ અનુયાયી બની જવું જોઈએ નહિ અને કોઈ પણ કુમાન્યતાના ગુલામ પણ બનવું જોઈએ નહિ. ખોટાના રાગમાં પડેલા માણસો, છતા એવા દોષોને પણ જોઈ શકતા નથી.
સભા : પ્રભુના આગમને આગળ રાખે તો ?
તો પછી દૃષ્ટિરાગ રહ્યો જ ક્યાં ? એ તો યોગ્ય જ છે. કોઈ કહે કે મેં માન્યા એ જ દેવ.’-તો તો એ એક પ્રકારે દૃષ્ટિરાગ અને દુરાગ્રહ છે, પણ એમ કહે કે ‘રાગદ્વેષ ન હોય, એક પણ દૂષણ ન હોય તે મારા દેવ’-ત્યારે એને પૂછવાનું કે ‘આજ સુધી એમ કેમ નહોતો માનતો ?' ત્યારે જો એ માર્ગે આવવાને યોગ્ય હોય તો કહે કે ‘અજ્ઞાન હતું માટે !' શાસ્ત્ર કહે છે કે ‘દેવ, ગુરુ અને ધર્મ બધા ‘સુ’ જોઈએ. સુદેવ, સુગુરુ અને સુધર્મ : તે જ રીતે વડીલ પણ ‘સુ' અને માબાપ પણ ‘સુ’ જોઈએ.’
સભા : આપનો કેસ મજબૂત કરતા જાઓ છો.
શ્રી જિનેશ્વરદેવે કહેલું તમારી આગળ મૂકું છું. કોઈ કહે કે ‘મહાવીરને કેમ માનો છો ?’ તો કહેવું કે ‘રાગદ્વેષને જીતી અરિહંત બન્યા માટે અમે ભગવાન
For Private & Personal Use Only
www.jainelibrary.org