________________
૨૦
-
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
–
29s
શ્રી મહાવીરદેવને માનીએ છીએ કે કોઈ સાબિત કરે કે “એ અરિહંત નહોતા'તો ન માનીએ અને કહીએ કે “એ મહાવીર બીજા : એ અમારા મહાવીર નહિ. જેનામાં રાગદ્વેષ નહોતા એ જ મહાવીર અમારા દેવાધિદેવ, પણ બીજા નહિ.” શ્રી ઋષભદેવ ભગવાન તથા શ્રી મહાવીર ભગવાન અરિહંત હતા માટે જ તેમને દેવ માનીએ છીએ. ગુરુ પણ ગમે તે નહિ. ગુરુ છે કે જે મહાવ્રત પાળે, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ ચાલે, સામાયિકમાં રહે અને ધર્મનો જ ઉપદેશ આપે એ તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર સિવાય બીજું બતાવે નહિ અને શ્રી જિનેશ્વરદેવે કહેલું જ કહે. ફલાણા જ ગુરુ-એમ નહિ, પણ લક્ષણ જેનામાં હોય તે બધા જ ગુરુ. આ જેનામાં ન હોય તે વોસિરે, વોસિરે. આ રીતે દેવને, ગુરુને, ધર્મને, વડીલને અને માબાપ વગેરે બધાને માનવાના, પણ તે “સુ” જોઈએ.
"अरिहंतो महदेवो, जावज्जीवं सुसाहूणो गुरुणो ।
બિનપત્ર તત્ત, સમ્મત્ત માં સર્વ શા" શ્રી અરિહંત એ મારા દેવ, સુસાધુઓ એ મારા ગુરુ અને શ્રી જિનેશ્વરદેવપ્રણીત તત્ત્વ એ મારો ધર્મ,જાવજીવ આ સમ્યક્ત મેં ગ્રહણ કરેલું છે.'
આ પ્રમાણે બોલવામાં અને વિચારવામાં આવે છે. જે ત્રણે વસ્તુને સ્વીકારી છે, તેનાં વિશેષણો જુઓ! દેવ કોણ?-તો કહે અરિહંત ! ગુરુ કોણ? - તો કહે સુસાધુઓ ! અને તત્ત્વ કયું ? તો કહે શ્રી જિનેશ્વરદેવોએ કહેલું ! આ રીતે આપણો વસ્તુનો સ્વીકાર હોવો જોઈએ, પણ દૃષ્ટિરાગથી નહિ જ. ખોટું દાક્ષિણ્ય એ દોષ છે !
દેવનું કહેલું જ કહે એ ગુરુ અગડં-બગડે ગપ્પાં મારનાર ગુરુ નહિ! મકાનની ધજા જેમ વાયુથી ફરકે, તેમ વાયરે ફરકનારા ગુરુ નહિ ! મારા દેવ, મારા ગુરુ અને મારો ધર્મ-એ મનુષ્ય કહેવું સહેલું છે ? જ્યાં-ત્યાં એમ કહે એ મનુષ્ય અજ્ઞાન છે ! વિવેકી આત્માઓ તો દેવત્વ અને ગુરુત્વ દેખે ત્યાં કે, નહિ તો અક્કડ ઊભા રહે. દેવત્વમાં વધુ મુશ્કેલી નહિ આવે, પણ ગુરુત્વમાં વાંધો આવે છે : કારણ કે આંખ ચાલતી રહે છે ને ! આંખની શરમ, ખોટા દાક્ષિણ્યના ઉપાસકોનો અવશ્ય નાશ કરે છે. હિતકારી દાક્ષિણ્યની ઉપાસના એ ગુણ છે, પણ ખોટું દાક્ષિણ્ય એ દોષ છે. એ દોષનો તો વ્યવહારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org