________________
49s –– ૧૫ : ધર્મોપદેશ દ્પણ હિતકર જોઈએ - 35 – ૨૧૭ હોય કે બીજો કમાય એટલે એ બળે. કમાનાર કહે કે ભાઈ ! તું પણ એમ કર.” પેલો કહે કે, “મહેનત ન કરું, પેઢી ન ખોલું. વેપાર ન કરું, નોકરી ન કરું, કમાઉં નહિ અને બીજો કમાય તે સહું પણ નહિ.' એવા પણ દરિદ્ર હોય કે ભલે પોતે ન કમાય, પણ બીજો કમાય જોઈ રાજી થાય. એવાને પાસે બેસાડવાનું પણ મન થાય. ઊંચામાં ઊંચી ચીજમાં એવા પણ જીવો છે, કે જે આવું વર્તન કરે. અને એને એ ન પાલવે માટે એને કહેતાં એ ગુસ્સો કરે એ તો માનીએ કે વાજબી, પણ બીજાને કહેતાં પણ એ જીવો ગુસ્સો કરે, બીજો અમલ કરે ત્યાં પણ એ જીવોને ગભરામણ છૂટે, માટે જ ભગવાન શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કહ્યું કે, એવાના હર્ષ કે શોક, ગુસ્સો કે મહેરબાનીની દરકાર કર્યા વગર હિતવસ્તુ અવશ્ય કહેવી. આનું નામ જ ભાષાસમિતિનું સાચું પાલન છે !
વચનગુપ્તિ રાખનાર મુનિ અવસરે ભાષાની સમિતિ કરે. વગર પ્રયોજને મુનિએ બોલવું જ નહિ, જરૂર પડે તો ભાષાસમિતિ કરવી. ભાષાનો સમ્યક પ્રકારે ઉપયોગ કરવો, એનું જ નામ ભાષાસમિતિ છે ! હૃદયમાં અનુગ્રહ બુદ્ધિ રાખી, હિતવસ્તુ કહેવામાં જરા પણ કમી ન રાખવી અને તેમ કરવામાં સામાના રોષ કે તોષની પરવા પણ ન રાખવી જોઈએ. જાણતા હોઈએ કે આ માર્ગે જનાર ખાડામાં પડશે, તો બધા કૌવતથી પણ જનારને ત્યાં જતા રોકવો એ ફરજ છે. છતાં જાય અને ગબડે તો એનું ભાગ્ય. કોઈ કહે કે, હિતકારી ભાષા કહેવા છતાં એનું હિત ન થાય તો ? કહેવું કે એનું ભાગ્ય ! એ જોખમદારી એની. એ જોખમદારી કહેનારની નથી. ભવ ભયંકર લાગે તો ધર્મ ભદ્રંકર લાગે?
શ્રી જિનેશ્વરદેવ તો હિતકર વસ્તુ જ કહે. એને કોઈ ન સ્વીકારે એમાં એ વચનનો દોષ નથી. શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ નવો છે, એટલે અપરિચિત છે. બહુ થોડા જીવોને એ અભ્યાસમાં આવેલો છે. અનાદિનો અભ્યાસ જુદો છે. પાંચ-પચીસ વરસના પરિચયના પદાર્થોનો રંગ છૂટતાં વાર લાગે, તો અનાદિની વાસના માટે તો પૂછવું જ શું? અનાદિની વાસના મીઠી લાગવાની જ. મીઠી લાગ્યા વિના ન જ રહે, પણ એ મીઠી, મીઠ્ઠી જ મનાતી રહે ત્યાં સુધી કદી આ વસ્તુની પ્રાપ્તિ થવાની નથી. એ મીઠી વસ્તુ સેવવી પડે, તો પણ કડવી માનીને સેવાય તો જ આ પમાય. અનાદિની વાસના છૂટતી નથી પણ હેય છે, અવશ્યમેવ ત્યાજ્ય છે, આત્માને હાનિકર છે, પરિણામે કટુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org