________________
૨૧૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨
વિપાકને આપનારી છે, આ રીતે માનીને ન ચાલ્યે સેવાય, તો જ આ વસ્તુ પમાય. આ પામવા યોગ્ય વસ્તુ સેવતી વખતે પેલું પણ ઠીક છે, એમ થાય તો માનો કે આ ગયું.
ન
શાની કહે છે કે, જે આત્મા ભવને ભયંકર માને તે જ ધર્મને ભદ્રંકર માની શકે. જ્યાં સુધી ભવ ભયંકર ન લાગે, ત્યાં સુધી ધર્મ કદી પણ ભદ્રંકર ન લાગે. જે સંયોગોમાં બેઠા છીએ, તે જ્યાં સુધી બૂરા નહિ લાગે, ત્યાં સુધી બીજા સંયોગોની ઇચ્છા જ નહિ થાય. માટે જ્ઞાની કહે છે કે, તમને અહીંથી ઊંચકવા તો જરૂર પડશે. આખા ઊંચકાઓ તો મજાનું, આખા ન ઊંચકાઓ તો હાલવું તો જરૂર પડશે : હાલવું તો પડશે જ : હાલવું જ પડશે. અહીં બેસવાની ભાવનાથી જેટલો ધર્મ કરો તે વસ્તુતઃ ધર્મ નથી. એને તો લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે.
494
અનુષ્ઠાનના પ્રકાર :
સંસારની એક પણ વસ્તુ પામવા અગર મળેલી વસ્તુને મજબૂત કરવાની ઇચ્છાથી કરેલો ધર્મ મિથ્યાત્વરૂપ ઝેરથી દૂષિત થાય છે. જ્ઞાનીઓએ ધર્માનુષ્ઠાન પાંચ પ્રકારનાં કહ્યાં છે :
૧- વિષાનુષ્ઠાન, ૨- ગરલાનુષ્ઠાન, ૩- અનનુષ્ઠાન, ૪- તદ્વેતુક અનુષ્ઠાન અને ૫. અમૃતાનુષ્ઠાન. અમૃત અનુષ્ઠાન બહુ જ ઊંચી કોટિના આત્માઓ માટે છે.
આ લોકના પૌદ્ગલિક સુખની અભિલાષાએ કરાતો ધર્મ તે વિષાનુષ્ઠાન. પરલોકના પૌદ્ગલિક સુખની અભિલાષાએ કરાતો ધર્મ તે ગરલાનુષ્ઠાન. ‘બધા કરે તેમ કરવું' - એમ માની કરે તે અનનુષ્ઠાન. આ ત્રણમાંથી એકેમાં આત્મકલ્યાણની ભાવના પણ ક્યાં છે ? પહેલાં બે અનુષ્ઠાનમાં ધર્મનું પરિણામ ઝેરનું ! એક એકદમ મારે, જ્યારે બીજું ધીમે ધીમે રિબાવીને મારે. ત્રીજું અનુષ્ઠાન સંમૂર્ચ્છિમ જેવું છે. ગાડરીઆ પ્રવાહ જેવું છે. ભાવના નથી. સંવત્સરી આવી એટલે બધા ઉપવાસ કરે છે માટે કરવો પડે. પડિક્કમણું પણ કરવું પડે, ન કરીએ તો ખોટું દેખાય, આબરૂ જાય, માટે કરવું પડે એમ ધારીને કરે. આ ત્રણે અનુષ્ઠાનમાં ધર્મભાવના ક્યાં રહી ? પહેલાં બે અનુષ્ઠાન કરતાં ત્રીજું ઓછું ખરાબ કારણ કે એ વિપરીત ફળ જ આપે એવું નહિ. વિપરીત ફળ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org