________________
495
–
– ૧૫ : ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35
–
૨૧૯
આપે અગર તો નિષ્ફળ પણ જાય. જ્યારે પહેલાં બે તો વિચિત્ર અનર્થોની પરંપરાનું સર્જન કરે. આ ત્રણમાંથી એકમાં પણ ધર્મપરિણામ ક્યાં છે ?
ધર્મના પાંચ આશય : પ્રણિધાન, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગ. આ પાંચમાંનો એક પણ આશય એ ત્રણે અનુષ્ઠાનોમાં ક્યાં છે ? પ્રણિધાનમાં જ મીંડું છે. શાસ્ત્ર આ ત્રણ અનુષ્ઠાનનો નિષેધ કર્યો, કારણ કે એ બુદ્ધિએ ધર્મ કરનાર ધર્મને કઈ વખતે ઠોકર મારશે તે ન કહેવાય . ધર્મ અનુષ્ઠાન કરતાં પુદ્ગલની અભિલાષાને છોડો !
અનુષ્ઠાન કરનાર - દેવાદિકની ભક્તિ કરનાર જો આવી લાલસાથી કરે અને એમાંથી દૈવયોગે દેવાળું નીકળે, તો એ એવો વિરોધી થાય કે ભક્તિ તો ઘેર ગઈ, પણ નવું ટીખળ ઊભું કરે. શાસ્ત્ર કહે છે કે એવા દુનિયાના વિષયના પૂજારીઓ, એ માટે જ ધર્મ કરતા હોય તેઓ ધર્મને ક્યારે ઠોકર મારશે એ કહેવાય નહિ. એ ધર્મ તો મિથ્યાત્વથી દૂષિત થાય છે. આ કોને માટે વાત થાય છે એ વિચારો ! અનર્થ ન કરતા, ઊંધું ન પકડતા, સમજદાર છો માટે, સમજીને ઇરાદાપૂર્વક આ રીતે કરે, એને માટે આ વાત થાય છે, કે જેથી એ સુધારી શકે, દોષ હોય તો દૂર કરે. આથી એમ ન થાય કે ક્રિયા કરનારાએ બધાએ ક્રિયા મૂકી જ દેવી. ક્રિયા કરનાર આ ક્રિયામાં થતા આ દોષોને કાઢવાના છે.
આજે તમને ત્યાગની વાતમાં આનંદ નથી આવતો, એનું કારણ એ જ છે કે ત્યાગબુદ્ધિથી ધર્મ થતો નથી. જો ત્યાગબુદ્ધિથી ધર્મ કરો તો ત્યાગની વાત સાંભળતાં આત્મા પ્રફુલ્લિત થાય, રોમરાજી વિકસ્વર થાય.
શ્રી શ્રેણિકરાજા શ્રી શાલિભદ્રને ત્યાં ગયા ત્યારે એની સાહ્યબી જોઈ. રસ્તાથી જ જોઈને તેમજ ઘરમાં પ્રથમ પેસતાં જ જોઈને, તેમજ છેક સુધી થાવત્ શ્રી શાલિભદ્રને જોઈને, એની સુકોમળતા વગેરે જોઈને, એમને એક જ વિચાર આવે છે કે ભગવાને કહેલા પુણ્યના અનેક પ્રકારોમાંનો આ પણ એક પ્રકાર છે. એ વિચારે છે કે મારા વિલાસભુવનમાં જે નહિ, તેવું આનાં પશુઓને રહેવાના મકાનમાં ! કેવું અદ્ભુત પુણ્ય !” વિચાર કે ગમે તેવો તોયે શ્રી શ્રેણિક રાજા છે અને ગમે તેવી સાહ્યબી છતાં શ્રી શાલિભદ્ર પ્રજા છે : પણ રાજા શ્રેણિકને એમ થાય છે કે “ધન્ય છે કે મારા રાજ્યમાં આવા પુણ્યવાન વસે છે.'
જ્યારે શ્રી શાલિભદ્ર સંયમ લે છે એવી ખબર માતા તરફથી મળે છે, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org