________________
૨૨૦.
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ – A9s શ્રી શ્રેણિક મહારાજા કહે છે કે, “આવો ભોગી પણ સંયમી થાય છે અને હું હજી રખડું છું, એનો મહોત્સવ તો હું જ કરીશ.”
શ્રી શ્રેણિક મહારાજા ત્યાગ નહોતા કરી શકતા, પણ ત્યાગ પ્રત્યે સન્માન કેટલું ધરાવતા ? શ્રી અરિહંતદેવની પૂરી આરાધનામાં જ નિમગ્ન રહેતા. એમની આજ્ઞામાં એમને પૂરો સભાવ હતો. એમની આજ્ઞામાં જ આત્માનું શ્રેય માનતા અને શ્રી અરિહંતદેવની એવી આરાધનાથી તો તે પુણ્યરૂપે તીર્થંકર નામકર્મની નિકાચના કરી.
મુદ્દો એ છે કે જે કાંઈ કરવાનું છે, તે જ્યાં બેઠા છો ત્યાંથી ખસવા માટે ! - આ ભાવના તો જરૂર થવી જોઈએ. સાધુને હાથ જોડો તે ઘરબાર-કુટુંબ પરિવાર છોડવાની ભાવનાએ જોડજો, પણ ધનધાન્યની બુદ્ધિએ જોડતા નહિ ! વાકયમાં અમુક પદ પકડે તો પરિણામ માર્યું જાય. સીધી કથા વાંચી જાઉ તો કોઈને ખોટું ન લાગે, પણ જ્યાં “અમુક ક્રિયા ન થાય' એ કહું કે તરત થાય કે “આ શું?” શાથી ? જે દૃષ્ટિએ ધર્મ થવો જોઈએ તે દૃષ્ટિએ થતો નથી માટે ! નવી વાત, અપરિચિત વાત, નહિ અનુભવેલી વાત બધાને ન રુચે, થોડાને રૂચે, પણ રુચિપૂર્વક કે અરુચિપૂર્વક એક વાર હૈયામાં ઉતારાય, તો મરતી વખતે પણ સમાધિ આવે અને એમ થાય કે આવું પણ કહેનારા હતા, પણ હૈયામાં રાખે તો ને ? ઓકી કાઢે ત્યાં શું થાય ? પૌદ્ગલિક સુખની અભિલાષાએ ધર્મ કરનાર ઉપર વિશ્વાસ ન રખાય, કારણ કે એવો આત્મા ધર્મને ક્યારે ઠોકર મારે તે ન કહેવાય. જો એમ ન હોય તો પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કરનારને ત્યાગ પ્રત્યે રસ કેટલો હોય ? સભા : નિઃસીમ.
એકેએક ક્રિયામાં ત્યાગ સમાયેલો છે. સામાયિક એટલે બે ઘડીનો સાવઘયોગનો ત્યાગ. તે કરનારને સર્વત્યાગ પ્રત્યે કેટલો પ્રેમ હોય? સામાયિક પારતી વખતે પણ શું થાય ? કઈ ભાવના હોય ?
“સમv za સાવઝો વફાફા ' આ બોલતાં શું થાય ? “શ્રાવક પણ શ્રમણ જેવો” આ બોલતાં શ્રમણપણાનો ખ્યાલ આવ્યા વિના રહે ? સામાયિક કરનારને તો સામાયિક પારતાં આંસુ પણ આવે. એને તો એમ થાય કે રોજ ને રોજ આ સામાયિક પારવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org