________________
491
– ૧૫: ધર્મોપદેશ કટુપણ હિતકર જોઈએ - 35 ---
૨૨૧
પંચાત શી ? જ્યારે એ સમય આવે કે સર્વત્યાગ કરું કે જેથી સામાયિક પારવાનો વખત જ ન આવે ! ભાવના યોગ્ય રીતે કેળવો !
આજની તો દશા જ જુદી છે અને હું એ કહી રહ્યો છું કે દિશા ભૂલ્યા છો. એ દિશા બદલો, ભાવના, પરિણામ અને પ્રવૃત્તિમાં તો આસમાન - જમીન જેટલુ અંતર છે, પણ હજી તો ભાવનામાંએ પત્તો નથી લાગતો, ત્યાં પરિણામ અને પ્રવૃત્તિની વાત તો થાય પણ શી રીતે ? ભાવના તેજ અને ઊંચા પ્રકારની જ હોવી જોઈએ. સામાયિકની ક્રિયા જો તન્મય બનીને કરાય, તો લેતી વખતે આનંદ આવે અને પારતી વખતે આંસુ આવે.
एएणं कारणेणं बहुसो सामाइयं कुज्जा' જેટલી વાર સામાયિક કરે તેટલી વાર શ્રાવક સાધુ જેવો થાય છે, એ કારણથી શ્રાવકે બહુવાર સામાયિક કરવું જોઈએ.' સામાયિક પારતાં પણ આવું બોલનારને જાવજીવનું સામાયિક લેવાની ભાવના થાય કે વિરોધ થાય ? એવા આત્માને તો સર્વત્યાગની વાત સાંભળી અતિશય આનંદ થાય. રોમરાજી વિકસિત થાય. તમારી થાય છે ? કોઈ સર્વવિરતિ લેવા તૈયાર થાય છે, ત્યારે તમને શું થાય છે ? વિચારજો, વખત આવે ત્યારે જોજો !
ભીષણ એવા સંસારમાંથી નીકળનારા કેટલા ? કોઈક ભવિ આત્મા નીકળે. સંસારમાંથી નીકળવું અને દીક્ષા લેવી, એ નાનીસૂની બાબત હશે કેમ? તમે બધા સાધુના પરિચિત, સાધુની સેવા કરનારા, સાધુને ભિક્ષા આપનારા અને સાધુના આચારવિચાર જાણનારા, છતાં તમારા મનમાં દીક્ષા ભોળવીને અપાય છે એમ કેમ આવે છે ? દીક્ષા ભોળવીને અપાય ? ઇતર જો આ જગ્યાએ હોત, તો આવું હરગિજ ન બોલત. અરે, એ તો આ વાત માને જ નહિ. આચાર જોતાં, વર્તાવ જોતાં, ઇતર પણ શું કહે ? તમે કહો છો તેવું કદી ન કહે.
ભાવના બે પ્રકારે થાય છે. એક તો સ્વભાવથી, અભ્યાસથી, પૂર્વસંસ્કારથી અને બીજું, જ્ઞાન મળ્યા પછી પણ થાય છે. કંઈ પણ ન ભણેલાને અચાનક આ સાંભળીને પણ ભાવના થાય એમ અને વર્ષો સુધી સાંભળનારને એ પરિણામ ન થાય એમ પણ બને છે. એની ભાવના, પરિણામ, સ્થિતિ વિચારો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org