________________
૫૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
રહે તેવું સુખ, જો અહીં મળતું હોય તો મોક્ષની ગરજ નથી. પણ જ્ઞાનીએ જોયું કે, દુનિયાનાં પ્રાણીઓને જે આવું સુખ જોઈએ છે, તે સુખ સંસારના કોઈ પણ પદાર્થમાં નથી.
સંસારી સુખ માત્ર સંયોગજન્ય છે. જેનો સંયોગ, તેનો નિયમા વિયોગ. ઇષ્ટનો સંયોગ થાય ત્યારે આનંદ, અને તેનો સંયોગ જાય ત્યારે દુઃખ. પૌગલિક સુખ સંયોગજન્ય છે, એટલે જ પરાધીન છે, અને તેથી એ વાસ્તવિક સુખ નથી. આત્માના સ્વભાવનો પૂરો વિકાસ એ જ મુક્તિ. આત્માના વિકાસને બાધા કરનારા બધા પદાર્થ, સારા કે નરસા ,તે બધા દુઃખનાં સાધન છે.
શાસ્ત્ર કહે છે કે, પાપ અને પુણ્ય એ બંધન છે. શુભ અને અશુભ સંયોગ એ આત્માને તો બંધન જ છે. બંધન જાય તો આત્માનું સ્વરૂપે પ્રગટ થાય. આત્માનું સ્વરૂપ પ્રગટ થયા પછી કંઈ કાર્યવાહી કરવાની રહેતી નથી : આત્માનું તથાવિધ સ્વરૂપે પ્રગટ થયા પછી નવું કરવાપણું રહેતું નથી. પુણ્યાનુબંધી પુણ્ય વળાવા સમાન છેઃ
સભા પુણ્ય પણ આશ્રવ છે?
જરૂર. માટે પુણ્યાનુબંધી પુણ્ય લેવું. ભોગની અભિલાષા વિના ધર્મ કરે, તેને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. એવો ધર્મ મુક્તિ આપે, મુક્તિ ન આપી શકે ત્યાં સુધી મુક્તિ આપે એવાં સાધનો આપે.
મોટર ઘરે લઈ જાય, પણ કયાં સુધી ? ઘરમાં તો ઊતરીને જવું પડેને ! પણ પહોંચાડનાર કોણ કહેવાય ? મોટર છે. તેમ ભોગની અભિલાષા વિના, મુક્તિની અભિલાષાએ ધર્મ કર્યો હોય અને તે અધૂરો હોય તો એકદમ મુક્તિ ન મળે, તો પણ મુક્તિ ન મળે ત્યાં સુધી મુક્તિનાં સાધનો તો પૂરાં પાડે જ. સાધ્ય મળે કે પુણ્ય ચાલ્યું જાય. વળાવો ક્યાં સુધી આવે ? સ્થાન ન દેખાય ત્યાં સુધી જ. સ્થાન દેખાય કે તરત વળાવો તો કહે કે, હું જાઉં છું. એને જવાનું કહેવું પણ ન પડે : પણ લૂંટારો હોય, તો તો સાથે જ આવે, ઘરમાં પેસે, અને અવસર મળે તિજોરીના માલ ઉપર લૂંટ પણ ચલાવે. માટે લૂંટારો સાથી ન લેવો, પણ વળાવાને સાથી તરીકે લેવો. પાપ એ લુંટારો છે, અને ભોગની જ આશાથી કરાતો ધર્મ, એ વસ્તુતઃ અધર્મ હોવાથી એ પણ લૂંટારા જેવો જ છે.
પુણ્યાનુબંધી પુણ્ય-મુક્તિની અભિલાષાથી થતો ધર્મ, તે વળાવા જેવો છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ ન હોય ! જે સાધન, સાધ્યની સન્મુખ લઈ જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org