________________
- ૫ : સુખ સંસારનું અને મોક્ષનું - 25–
૫૯
તે માટે મુક્તિએ પહોંચાડનાર એ છે, એમ કહેવામાં વાંધો નથી. પુણ્યાનુબંધી પુણ્યને મુક્તિએ લઈ જનાર કહેવામાં વાંધો નથી. મુક્તિની અભિલાષાએ કરાતા ધર્મને મુક્તિએ લઈ જનાર કહેવામાં કશો જ વાંધો નથી. ગુણ અને ગુણાભાસને ઓળખો!
જ્ઞાની કહે છે કે, “જે સુખના તમે અર્થ છો, તે સુખ આપવાની દુનિયાના એક પણ પદાર્થમાં તાકાત નથી, માટે જેને જેને સુખની ઇચ્છા હોય, તેણે તેણે તે તરફથી દષ્ટિ ખસેડવી જોઈએ, માટે હેય અને ઉપાદેય પદાર્થોના જ્ઞાનની પ્રથમ જરૂર છે. જ્યાં સુધી હૃદયમાં હેય અને ઉપાદેયમાં ઉપાદેયનો નિશ્ચય ન થાય, ત્યાં સુધી ધર્મ સધાય ? ન જ સધાય. જો હેયમાં ઉપાદેય બુદ્ધિ અને ઉપાદેયમાં હેય બુદ્ધિ આવે, તો પરિણામ ભયંકર આવે એમાં આશ્ચર્ય શું ? સોનૈયાને સારા તથા કાંકરાને ખરાબ માનવાનું જ્ઞાન, તે સામાન્ય જ્ઞાન કહેવાય. દુનિયા તો આ જ્ઞાનને પણ જ્ઞાન તરીકે કહે છે, પણ શાસ્ત્ર કહે છે કે, પરિણામે સારું તે સારું, અને પરિણામે ખોટું તે ખોટું આવું વિશેષ પ્રકારનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. જ્ઞાન તે, કે જે હેય અને ઉપાદેયનો વિવેક કરાવે.
ગુણ અને ગુણાભાસનો ભેદ ઓળખો. પરિણામે લાભ આપે તે ગુણ. જેનું પરિણામ ભયંકર, તે દેખીતો ગુણ હોય તો પણ તે ગુણાભાસ છે. બીમાર અવસ્થામાં સાકરનો પ્યાલો લાગે મીઠો, પણ પરિણામે માઠો : અને કરિયાતાનો ઉકાળો લાગે કડવો, પણ પરિણામે સુંદર : માટે ગુણ ને ગુણાભાસની પરીક્ષા કરવી જોઈએ.
મોક્ષની આરાધનાની ભાવના હોય, વીતરાગ થવાની મનોદશા વર્તતી હોય, મુક્તિપદ મેળવવું હોય તો માધ્યચ્ચ ગુણ જોઈએ, એ વાત સાચી, પણ માધ્યશ્મ'નો અર્થ શો ? “આ પણ ઠીક અને આ પણ ઠીક' - એ નહિ. વીતરાગ થવાની ભાવનાવાળો આત્મા સાચામાં અને ખોટામાં હિતકરમાં અને અહિતકરમાં મધ્યસ્થ કેમ જ હોઈ શકે?
શ્રી તીર્થકર ભગવાન તો કૃતકૃત્ય બન્યા : તે પછી તો એમને કંઈ કરવાપણું રહેતું નથી , પણ જે ભાવનાના યોગે બધું મળ્યું છે, તેને લઈને ઉપકારનો ઝરો ધોધબંધ વહ્યા કરે છે. તે સર્વજ્ઞાની અને સર્વદર્શી શ્રી તીર્થકર ભગવાન પણ કહેવાનું જ કહે, પરંતુ ન કહેવાનું ન જ કહે : હેયને હેય જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org