________________
૬૦
-
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
–
138
કહે અને ઉપાદેયને ઉપાદેય જ કહે, પણ હેયને ઉપાદેય કે ઉપાદેયને હેય ન જ કહે. વીતરાગપણાના નામે હેયને ઉપાદેય તથા ઉપાદેયને હેય કહેવાનું તો એ પણ નથી કરતા, તો મોક્ષના અર્થી, વીતરાગતાના અર્થી, સુખના અર્થી, સાચા તથા ખોટામાં મધ્યસ્થ રહેવાનો આડંબર કેમ જ કરી શકે? નાટકિયા જેવા મધ્યસ્થ ન બનો:
મધ્યસ્થ આત્મા ગમે તેના પણ સદ્ગણનો સ્વીકાર કરવા માટે સજ્જ હોય છે અને તે સાચા ગુણોનો સાચો ઉપાસક હોય છે પણ જે સાચા ગુણોનો સાચો ઉપાસક છે, તે ખોટા ગુણોનો પૂજારી ન જ હોય અને એથી જ સ્પષ્ટ થાય છે કે, સારા અને ખોટા બેયમાં માધ્યચ્ય ન જ હોય. આજે તો કેટલાક મધ્યસ્થપણાનો સ્વાંગ ધરનારાઓ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના એક શ્લોકનું
પક્ષપાતો ન કે વીરે, દેવ: પાgિ “મને વીરમાં પક્ષપાત નથી અને કપિલાદિમાં દ્વેષ નથી.” આ પૂર્વાધ માત્ર લઈને કહે છે કે, જોયું ? આ. શ્રી હરિભદ્રસૂરિજી જેવા પણ કેવા મધ્યસ્થ ! એમને પણ છે કાંઈ મહાવીર પ્રત્યે રાગ કે કપિલ પ્રત્યે દ્વેષ ? આ જ રીતે ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીનું ઉત્તરાર્ધ લીધું કે “બ્રદ વા લિur છે વા નિનો વા, નમસ્ત ” “બ્રહ્મા કે વિષ્ણુ કે હર કે જિન તો તેમને નમસ્કાર થાઓ !” ગમે તે હોય તેને નમસ્કાર હો.” ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના શ્લોકના ઉત્તરાર્ધને મૂકી દીધું અને ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના શ્લોકનું પૂર્વાર્ધ મૂકી દીધું અને પોતાની માની લીધેલી બનાવટી મધ્યસ્થતાનું યથેચ્છ પીંજણ કરવા માંડ્યું પણ એ બિચારા અજ્ઞાન આત્માઓ જરા પણ જોઈ કે વિચારી નથી શકતા કે-એ મહાપુરુષોએ કોઈ પણ સ્થાને કપિલ આદિને નમસ્કાર ન કરતાં ભગવાન શ્રી મહાવીરદેવને જ નમસ્કાર કેમ કર્યો ? નમસ્કાર કર્યો એટલું જ નહિ, પણ ઊલટું ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ તો
“નિયનં યસ્થ, તા વાર્થ: પરદ:' “જેનું વચન યુક્તિયુક્ત હોય, તેનો સ્વીકાર કરવા યોગ્ય છે. આ પ્રમાણે કહી કપિલ આદિ દર્શનકારોના મંતવ્યને એકદેશીય તરીકે જણાવી, તેનું યથાસ્થિત અને ખંડશઃ ખંડન કરી, ભગવાન શ્રી મહાવીરદેવના સિદ્ધાંતોનું અપૂર્વ રીતે સ્થાપન કરી, પોતાના સમ્યક્તને સુવિશુદ્ધ બનાવી, જગતના મુમુક્ષુ આત્માઓ સમક્ષ શ્રી જિનેશ્વરદેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org