________________
૫ : સુખ સંસારનું અને મોક્ષનું – 25
શાસનનું સંપૂર્ણપણે સમર્થન કરી બતાવી આપ્યું કે, વર્તમાનમાં ભગવાન શ્રી મહાવીરદેવના શાસન જેવું કોઈપણ શાસન આ ભારતમાં હયાતી નથી ભોગવતું અને ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ“મવલીગારગનના-રાધા: ક્ષવમુપાળતાં યસ્ય ।”
‘આ પ્રમાણેનું પૂર્વાર્ધ આલેખી ખુલ્લેખુલ્લું જાહેર કરી દીધું કે ‘દેવાધિદેવ તરીકે તે જ નમસ્કારને યોગ્ય છે, કે ‘જેના સંસારરૂપ બીજના અંકુરને પેદા કરનારા રાગ, દ્વેષ વગેરે દોષો ક્ષય પામ્યા છે.’ એટલું જ નહિ પણ અનેક પ્રકારે કુદેવોનું ખંડન કરી ‘અઢારે દોષોથી રહિત શ્રી સર્વજ્ઞ પરમાત્માને જ દેવાધિદેવ તરીકે માની શકાય.’-એ વાત ચેતનવંતા આત્માઓને સ્ફુટપણે સમજાવી દીધી.’
337
આ બધા ઉપરથી એક નાનામાં નાનો બાળક પણ સમજી શકશે કે ‘સાચા ખોટાની પરીક્ષા વિના માત્ર પોતાની ખોટી માનાકાંક્ષાને ફલિત કરવાના ફૂટ ઇરાદાથી સંયોગને આધીન થઈ - ‘જેવા હોય તેવા થવું અને જેવો રંગ દેખાય તેવું નાચવું' - એ કાંઈ માધ્યસ્થ્ય નથી. આવી બનાવટી માધ્યસ્થ્ય વૃત્તિના પૂજારીઓની તો જેઓમાં થોડી પણ બુદ્ધિ હોય એવા અસત્યના ઉપાસકોમાં પણ કિંમત નથી. તેઓ પણ તેવાઓને નાટકિયા તરીકે જ ઓળખે છે, અને પોતાના સાથીઓને તેવાઓથી સાવધ રહેવાની સૂચના આપે છે : એટલે કે એવા મધ્યસ્થોની દશા સર્વત્ર ભયંકર છે અને સ્વાર્થી દેશદ્રોહીઓના કે સ્વામીદ્રોહીઓના થયેલા ફેજનાં જેવાં વર્ણનો ઇતિહાસમાં આવે છે, તેવા જ ફેજ એવા આડંબરધારી મધ્યસ્થોના થવાના છે.
૬૧
શ્રી જૈનશાસનનો મધ્યસ્થ તો પાપની વાતથી, અધર્મની વાતથી આઘો જ રહે : હૃદયમાં દ્વેષ, તિરસ્કાર કે કોઈના પણ ભૂંડાની ભાવના નહિ રાખવા છતાં, વિરોધીઓના દળને કહી જ દે કે ‘પ્રભુએ ફરમાવેલા શાસનની સાચી માન્યતાથી એક પણ કદમ પાછો નહિ જ ખસું.' માધ્યસ્થ્ય વૃત્તિ તો એ જ શીખવે છે કે ‘સત્ય તરફ ઝૂકવું.' સત્ય તરફ આવતા આક્રમણને બને તો દૂર કરવું અને તેમ ન બની શકે તો તેનાથી દૂર રહી, તેમાંથી યોગ્ય આત્માઓને બચાવી લેવાના પ્રયત્ન કરવા, પણ માનાદિકના કારણે લોકહેરીમાં તો ન જ પડી જવું. મહામહોપાધ્યાય, ન્યાયાચાર્ય, શ્રીમદ્ યશોવિજયજી મહારાજા શ્રી સીમંધરસ્વામીને વિનંતી કરતાં કહે છે કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org