________________
કર
-
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ –
-
388
“લોકસત્રા થકી લોક બહુ બાઉલો, રાઉલો દાસ તે સવિ ઉવેખે; એક તુજ આણનું જેહ રાતા રહે,
તેહને એહ નિજ મિત્ર દેખે. આજ.” હે નાથ ! આ લોક લોકસંજ્ઞાથી ઘણો જ ઘેલો થઈ ગયો છે, પણ આ આપનો દાસ તે સઘળાની ઉપેક્ષા કરે છે અને જે આત્માઓ કેવળ એક તારી જ આજ્ઞામાં રત રહે છે, તેઓને જ આ તારો દાસ પોતાના મિત્ર
તરીકે જુએ છે.' રાજા ભોજ અને પંડિત શ્રી ધનપાલ :
શ્રી ધનપાલ તાજા ધર્મ - નવા બનેલા ધર્મી - પણ કેવા ? ડગે નહિ તેવા ! તે પંડિતપ્રવરે એક અનુપમ ગ્રંથરત્નની રચના કરી. પંડિતવર શ્રી ધનપાલ રાજા ભોજની રાજસભામાં એક પંડિતરત્ન હતા. ગ્રંથ બનાવવાની કાર્યવાહીને લઈને પંડિતવર શ્રી ધનપાલની રાજસભામાં કાંઈક ગેરહાજરી પણ રહેવા લાગી. એમની ગેરહાજરી રાજાને સાલ્યા વિના કેમ રહે ? ગેરહાજરીનું કારણ રાજાએ પૂછતાં – “હાલમાં એક ગ્રંથ લખું છું' - એમ પંડિતવરે જણાવ્યું. ગ્રંથ તૈયાર થયો : રાજાને ખબર પડી કે ગ્રંથ તૈયાર થયો.
એક દિવસ બગીચામાં રાજા ભોજ અને પંડિત ધનપાલ બેઠા છે, ત્યાં રાજાએ ગ્રંથ જોયો અને આનંદ પામ્યો. એ ગ્રંથમાં ભરત મહારાજાનું ચરિત્ર હતું. અયોધ્યા નગરી, શ્રી ઋષભદેવ ભગવાન તથા ભરત મહારાજા વગેરેનું અદ્ભુત વર્ણન હતું.
ગ્રંથ જોયા બાદ રાજાએ કહ્યું કે, “ધનપાલ ! ગ્રંથ મજેનો, પણ થોડો ફેરફાર કરવો પડશે ! જ્યાં ભરત છે ત્યાં ભોજ લખ : અયોધ્યા છે ત્યાં ધારા લખ : અને ઋષભદેવ છે ત્યાં મારા ઇષ્ટદેવ લખ.” શ્રી ધનપાલ કોણ હતા ? રાજાના આશ્રિત ! છતાં રાજા રાજી થતા હોય તો લાવને ફેરફાર કરું' - એમ ન ઇછ્યું, “ભરતને બદલે ભોજ એટલે ત્રણ અક્ષરને બદલે બે અક્ષર કરવાના હતા, અને અયોધ્યાને બદલે ધારા કરવાની તથા શ્રી ઋષભદેવ સ્વામીના સ્થાને અન્યનું નામ લખવાનું હતું - એમાં હરકત શી હતી ?' – એમ આજના લેભાગુઓને તો કહેતાં જરા પણ વાર ન લાગે : કારણ કે, ખોટી મધ્યસ્થતાથી તેઓ તો ઘેલા બનેલા છે, એટલે ઊલટા બચાવ કરવા માંડે કે કોઈને દુઃખ થાય તેવી પ્રવૃત્તિ કરાય ? ધર્માત્માની તો બધાને સુખ થાય તેવી જ પ્રવૃત્તિ જોઈએ, એવા ખોટા આગ્રહ શા?' પણ પંડિતપ્રવર શ્રી ધનપાલે તેમ કરવામાં ‘હા’ કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org