________________
૩૩૭
– ૫ : સુખ સંસારનું અને મોક્ષનું - 25
–
૧૩
ન પાડી ? એ જ કારણ કે, તે પુણ્યાત્મા પરમ સમ્યગ્દષ્ટિ હતા અને સત્યાસત્યના પરીક્ષક હતા, તથા “પ્રશંસા કોની થાય અને કોની ન થાય ?” - એનો સાચો વિવેક કરી શકતા હતા.
સાચો ગુણાનુરાગી આત્મા ખોટાની પરીક્ષા કરતાં ખોટાને સાચું કહેવા જેવી પરીક્ષા કરે જ નહિ. સમ્યગ્દષ્ટિ આત્માથી ખોટાની પ્રશંસા ન થાય, ખોટામાં હાજી ન ભણાય અને ખોટામાં ઊભા પણ ન રહેવાય. સભા : નજીવું નુકસાન હોય તો?
ખોટાની પ્રશંસા એ નજીવું નુકસાન? દુનિયામાં મોટામાં મોટું નુક્સાન તો એ જ છે. આખા જીવનનું સત્યાનાશ કરનારો એ મોટામાં મોટો દુર્ગણ છે. ખોટાની પ્રશંસા કરવાની ઊર્મિ જાગે, એટલે સઘળા સદ્ગુણો આપોઆપ નાશ પામવા માંડે છે માટે તો કહું છું કે, કોઈ વાત ન જચે તો હા ન પાડતા, પણ સાચાને સાચા તરીકે સ્વીકાર્યા પછી, ખોટાની પ્રશંસામાં ઊભા રહેવું, એ તો નહિ પામેલા કરતાં પણ શાસનનો ભયંકર દુશ્મન બને છે. પ્રશંસાનો વિવેક:
શાસનને, શાસનમાં નહિ રહેનાર કરતાં શાસનમાં રહેવાનો દંભ કરી ખોટાની પ્રશંસામાં ઊભો રહેનાર વધારે નુકસાન કરે છે. બહાર રહેનારો તો કાંકરી મારે, પથરો મારે, કાચ ફોડે, પણ અંદરનો તો તિજોરીનો માલ ખાઈ જાય અને ઉઠાવી જાય, માટે બનાવટી આદમીથી શાસનની પ્રભાવના સ્વપ્ન પણ ન માનતા. ખોટાની પ્રશંસા બહુ ભયંકર ચીજ છે. પ્રશંસા કરતાં પહેલાં ખૂબ સાવધ અને વિવેકી બનવું જોઈએ. વેશ્યાની સુંદરતાની પ્રશંસા થાય ? સુંદરતા તો ગુણ છે ને ? વેશ્યામાં રહેલી સુંદરતા, સ્વચ્છતા, હોશિયારી અને બુદ્ધિ વગેરે ગુણોની હૃદયમાં અનુમોદના થાય કે આ ગુણો સન્માર્ગે યોજાય તો કામ થઈ જાય, પણ તે ગુણોના યોગે તેની પ્રશંસા કરે તો ? વિચાર કર્યા વિના એવી પ્રશંસા કરનાર અનેકના જીવનને બરબાદ કરે છે. તેમ મિથ્યાતિ આત્માઓના અમુક ગુણાભાસ ગુણોની પ્રશંસા કરનાર ભયંકર રીતે મિથ્યાત્વની પુષ્ટિ કરે છે, એના જેવા જૈનશાસનને નાશકારક આત્મા બીજા નથી. જૈનશાસને જમાલી જેવા વિદ્વાનને પણ છે મારે વારે ' સૂત્રની વિપરીત પ્રરૂપણા માટે દૂર કર્યા. ‘આવો જ્ઞાની, આવો સમર્થ, હજારોને ઊંચે ચડાવનાર હોવા છતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org