________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
જૈનશાસન કહે છે કે, કરોડો લાવે તોય નકામું : શંભુમેળો કરવો નથી : અહીં એટલા ઓછા, પણ તેવો તો ન જ જોઈએ.
કોઈ કહે છે પણ એક જ દોષ છે ને ? બાકીની વિદ્વત્તાનો તો લાભ લો !” જ્ઞાની પુરુષો સ્પષ્ટ ના કહે છે. શાથી ? નાવ કાણી થઈ તેથી, સ્ટીમર ગમે તેટલી મોટી, પણ નાનું કાણું હોય તો પણ નકામી જ! કોઈ કહે કે આટલું જ કાણું છે, માટે બેસો તોય કહેવું પડે કે ના ભાઈ ! કાણી સ્ટીમરમાં ન બેસાય અને ભૂલ કરીએ તો બુદ્ધિમાન અને સાજા સારા હોવા છતાં પણ ડૂબી જ જવાય, માટે ન જ બેસાય.
પંડિત પ્રવર શ્રી ધનપાલે રાજા ભોજને ઉત્તરમાં કહ્યું કે “રાજનું! એ કદી જ નહિ બને.”
રાજા ભોજ : “હું કોણ ?'
ધનપાલ : “આપ અન્નદાતા, હું આશ્રિત : આપ સ્વામી, હું સેવક : આપ રાજા, હું પ્રજા : એ બધું હું જાણું છું, એ મારા ધ્યાન બહાર નથી, પણ ઐરાવણ હાથી પાસે રાસભ ઊભો રાખવાનું કહો કે એવી આશા રાખો તે મારાથી નહિ બને. કંચન અને કથીરને સાથે નહિ રખાય. ચિંતામણિ સાથે કાચના કટકાને નહિ ગોઠવાય. ક્યાં એ અયોધ્યા અને જ્યાં આ ધારા ! જ્યાં મહારાજા ભરત અને કયાં આ ભોજ ? ક્યાં વીતરાગતાને પામેલા વિશ્વતારક ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી અને કયાં આપના વિશ્વસંહારક ઇષ્ટદેવ ! ! ! માટે રાજન ! આપ કહો તો તે નહિ જ બને.”
સમ્યગ્દર્શન એ સત્યાસત્યનો વિવેક કરાવનાર છે, એટલે તે ગુણે રંગાયેલા આત્મામાં આવી સ્પષ્ટભાષિતા હોવી, એ કાંઈ અસંભવિત નથી જ જો પંડિતપ્રવર શ્રી ધનપાલ સમ્યગ્દર્શનમાં સહેજ પણ ઢીલા હોત તો ? તો તો ઢળી પડત અને ભવિષ્યના વારસામાં ભયંકર ઝેર મૂકતા જાત. જે વિશેષણ અયોધ્યા, ભરત તથા ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીને લગાડેલાં હતાં, તે “ધારા, ભોજ તથા ભોજના ઇષ્ટદેવને માટે વપરાઈ જાય, તો પરિણામ ભયંકર આવે ! અને એના પરિણામે જગત કેવા ઊંધા માર્ગે જાય ? શ્રી ધનપાલ જેવો આત્મા તો એ જ વિચારે કે “જે ધર્મની મારાથી પૂરી સેવા ન થાય, તેની હાનિ તો ન જ કરાય : જે ઊંચી ચીજનું પાલન હું ન કરી શકું, જીવનમાં ઉતારી ન શકું, તેની ઠેકડી તો સહન ન જ થાય.” તેમ તમે પણ પાલન ન કરી શકો, લઈ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org