________________
૫ : સુખ સંસારનું અને મોક્ષનું – 25 –
પ
શકો, તો આધા રહેજો, પણ સત્યને અસત્ય સ્વરૂપમાં ઉતારવાના કામમાં ઊભા ન રહેતા !-એ હાલત આવી તો વીતરાગની ઘોર આશાતના કરનારા થશો, બહુલસંસારી બનશો અને સહવાસીઓને પણ બનાવશો.
રાજા ભોજ ગુસ્સે થયા. કહ્યું કે “પરિણામ ભયંકર આવશે !” ધનપાલે કહ્યું કે ‘સહેવા તૈયાર છું.’
રાજા ભોજે આખું પુસ્તક ત્યાં જ સગડીમાં સળગાવી મૂક્યું : દિવસોની મહેનત પાણીમાં ગઈ.
341
ધનપાલે ઊભા થઈને કહ્યું કે ‘રાજન ! - ‘વિનાશાતે વિપરીત બુદ્ધિઃ ।'
શ્રી ધનપાલ ત્યાંથી ઘેર આવ્યા : મહેનત પાણીમાં ગઈ તો છો ગઈ, પણ ઊંધે માર્ગે તો ન જ જવાય. ઘેર આવી જમવા બેઠા, પણ ગળે ઊતરતું નથી. પંડિતપ્રવરની દીકરીએ કારણ પૂછ્યું. શ્રી ધનપાલે બધો બનાવ કહ્યો. દીકરી બોલી કે ‘પિતાજી ! આખોયે ગ્રંથ મને મોઢે છે !' શ્રી ધનપાલ ખુશ થયા, લખી લીધો, અને એ ગ્રંથનું નામ ફે૨વી તિલકમંજરી નામ રાખ્યું, કે જે નામ પોતાની દીકરીનું હતું.
સમ્યગ્દર્શન એ સાંકળ છે !
આપણો મુદ્દો ત્યાં છે કે સમ્યગ્દષ્ટિ કોનું નામ ? સમ્યગ્દષ્ટિ આત્મા મધ્યસ્થ જ હોય છે : તે કોઈ પણ વાતમાં અપ્રશસ્ત રાગદ્વેષથી દોરાતો જ નથી, પણ તે અહિતકર પ્રવૃત્તિ તો હૃદયપૂર્વક ન જ કરે, અને ખોટાને ખરું કહેવાની મૂર્ખાઈ પણ કદી ન જ કરે. ખોટામાં હાજી ન ભણે, ખોટા સાથે હાથ ન મેળવે : જો એ બધું કરે તો મધ્યસ્થતા નથી, પણ - મૂર્ખતા અને અનભિજ્ઞતા છે.
ઝવેરી પથરાને ગાળ ન દે, પણ પથરાને લઈ તેને હીરામાં ખપાવવા કોઈ આવે તો, તરત કહે કે ‘કોની પાસે આવ્યો ? બોલાવું પોલીસને ?’ પેલાને બચવું હોય તો હાથેપગે પડે, પણ ઝવેરી કાંઈ હીરાના મૂલ્યે પથરો વેચવા આવેલાને ચાનક લગાડ્યા વિના જતો ન જ કરે. ત્યાં કોઈ મધ્યસ્થ નથી જ બનતું. સમજે
કે ત્યાં મધ્યસ્થ બનવા જતાં પાઘડી ઊડી જાય. પાઘડીની રક્ષા માટે જેમ ત્યાં આવા મધ્યસ્થ ન બનાય તેમ સમ્યક્ત્વની રક્ષા માટે અહીં પણ એવા મધ્યસ્થ ન જ બનાય. સમ્યક્ત્વની રક્ષા માટે હોશિયાર બનવું પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org