________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
શ્રી તીર્થંકરદેવ સમવસરણમાં અને કેવલી સુવર્ણકમળ પર બેસીને દેશના શી દે ? ભવ પણ ઠીક ને મોક્ષ પણ ઠીક, એમ ? જે વસ્તુ જેવી હોય તેવી જ કહે . કેવળજ્ઞાની મહર્ષિને પણ રાગ-દ્વેષ તો છે જ નહિ, છતાં એ દેશનામાં તો વસ્તુ જેવી હોય તેવી જ કહે. સંસારને, કષાયને, વિષયને તે તે રૂપે કહે. વારુ ! આ બધાંને છોડવાનું કહે કે સેવવાનું ? છોડવાનું કહે ત્યાં દ્વેષ કર્યો કહેવાય ? આપણે પણ સંસારને છોડી દઈએ, ત્યારે પકડી રાખનારને દુઃખ થાય કે નહિ ? કાચા સૂતરના તંતુને તોડીએ તો પણ સહેજ ધ્વનિ તો થાય, તો પછી અનાદિકાળથી લાગેલ બંધન તોડીએ, તો કડાકો ન થાય એ બને ? એકને મોહ છૂટ્યો અને એકને રહ્યો, ત્યાં મેળ કેમ મળે ? એ મેળ મેળવવા માટે તો શાસ્ત્ર શ્રાવક અને સાધુ વચ્ચે સમ્યગ્દર્શનની સાંકળ રાખી, નહિ તો તમારો અને અમારો મેળ મળે શી રીતે ? એ મેળ મેળવવા, વચ્ચે સમ્યગ્દર્શનની સાંકળ રાખી છે : એ સાંકળ એવી છે કે, તમે અમારા તરફ જ ખેંચાઓ, પણ એ સાંકળના અંકોડામાંથી તમે છૂટી જાઓ તો મેળ ન મળે. ‘આ સંસારના સર્વ સંયોગો હાનિકર છે,’ –એવી વૃત્તિ આવે ત્યારે જ સાચું શ્રાવકપણું આવે.
૭
શ્રી શાલિભદ્રનો પૂર્વવૃત્તાંત :
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગશાસ્ત્રમાં લખ્યું કે સર્વવિરતિના પરિણામની લાલસાવાળો દેશિવરતિનો પરિણામ હોય છે. જેમાં સર્વવિરતિના પરિણામની લાલસા ન હોય, ત્યાં દેશવિરતિનો પણ પરિણામ નથી, સમ્યગ્દષ્ટિપણું પણ નથી અને માર્ગાનુસારીપણું પણ નથી. ગભરાઓ નહિ, આ તો પરિણામની દૃષ્ટિએ વાત છે. બાકી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચાર નિક્ષેપા છે, એ આધારે તમને પણ શ્રાવક ગણવામાં વાંધો આવે તેમ નથી.
342
‘ક્યારે આ પામું ?' - એ ભાવના આવે તો જ ત્યાં ઝટ કદમ ઊપડે. સ્થાનક નિયત ન થાય તો એ ઊઠે શાના ? દેશવિરતિ થોડું તજે, પણ શા માટે ? સર્વ તજવા માટે ! એક દાતાર છે : પચીસ દઈ શકે એવો છે, પણ કૃપણતાના યોગે, અનાદિકાળની આસક્તિના યોગે માત્ર બે જ રૂપિયાનું દાન દે તે નભે, પણ એ જ દાતાર જ્યારે દાનધર્મ ઉપર આફત આવે, કોઈ દાનનો ઇન્કાર કરતા હોય, તો તે વખતે આખું ઘર તારાજ કરે, પણ દાનધર્મનો બચાવ કરે. થોડું પણ દાન શા માટે દેવું ? સર્વત્યાગી બનવા માટે ! વસ્તુ માત્ર પ્રત્યેની મૂર્છા ઊતરે માટે ! આવી ઇચ્છાથી દાન દો તો જોઈતો લાભ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org