________________
અ૩ – ૫ : સુખ સંસારનું અને મોક્ષનું - 25 - ૬૭
તમારે ત્યાં મુનિ ઘણીયે વાર આવે છે, તમે ખીર પણ વહોરાવો છો, ઊંધું વાળીને પણ વહોરાવો છો, અને પેલા રબારીએ શ્રી શાલિભદ્રના પૂર્વભવમાં પણ ખીર વહોરાવી હતી. કઈ શક્તિ અને કઈ ભાવના ? રબારીને મરતાં સુધી એ જ ભાવના હતી કે મારો જન્મ સફળ થયો હું નિસ્તીર્ણ થયો. રબારી કોણ હતો ? દરિદ્રી હતો. વસ્તુ ખીર હતી, અને મુનિ માસક્ષમણના તપસ્વી હતા. વહોરાવતી વખતની સ્થિતિ વિચારો !
રબારી દરિદ્ર, વસ્તુ ખીર, પેટમાં ખાડો બરાબર પડેલો છે, ખાવાની લાલસા પણ પૂરી છે , એ વખતે મુનિનું દર્શન થયું, મુનિને દેખતાં ભાવ થયો. પધારો-પધારો કહી મુનિને નિમંત્રી વાસણ ઊંધું વાળી ખીર વહોરાવી દીધી. મુનિના ગયા પછી થાળી ચાટે છે. મા આવી અને પૂછ્યું કે, “બધી ખાઈ ગયો ? છોકરો હસે છે, પણ કાંઈ બોલતો નથી. મુનિના દાનના આનંદમાં એ એટલો ગંભીર બન્યો છે કે એને એ કહેવાની ફુરસદ નથી.
“અમે સાધુના રક્ષક, પાલક, પોષક' “અમે ન હોત તો સાધુનું શું થાત ?' - આવી દુષ્ટ ભાવના એનામાં નહોતી. એને તો એ ભાવના થઈ કે મારા જેવા હનભાગ્યને ત્યાં આવું સુપાત્ર આવે કયાંથી? ભાગ્યવાન એવો, કે મુનિ પણ માસક્ષમણવાળા, માસક્ષમણને પારણે આવેલા મળ્યા.
માએ પૂછ્યું છતાં એ તો હસ્યો. એ એના આનંદમાં, એની ભાવનામાં મગ્ન હતો. માએ જાણ્યું કે, “ખાઈ ગયો હશે.' રબારી કહેતો નથી કે મુનિને દીધી. માની બાળક પર દૃષ્ટિ પડી, દૃષ્ટિથી તો ઝેર ચડે.
મનુષ્યની આંખમાં સાપની દાઢ કરતાં પણ ભયંકર ઝેર છે ? જો મનુષ્ય મનુષ્યપણામાં રહે તો કલ્પતરુ અને જો મનુષ્ય મનુષ્યપણું મૂકી દે તો જાલિમ જુલમી. મનુષ્યની આંખમાં ને હૃદયમાં ઝેર એટલું બધું હોઈ શકે, કે જેનો સુમાર નહિ. મનુષ્યપણું આવે તો અમી વરસાવે : એવું વરસાવે કે સઘળા જીવોનું કલ્યાણ થાય. જેમ શ્રી તીર્થંકરદેવો. ‘એ પછી રબારીના છોકરાએ બીજી ખીર ખાધી. રબારીના છોકરાને અજીર્ણ થયું. મરતાં મરતાં પણ એ ભાવના રહી કે ‘ગઇ સંપન્ન બન્મ ” “આજે મારો જન્મ સફળ થયો !! “મને વિત્ત, ચિત્ત અને પાત્ર બધું મળ્યું ! – આ ભાવનામાં આયુષ્યનો બંધ કરી કાળ કરી તે જીવ શ્રી શાલિભદ્ર થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org