________________
૭૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
સુસંસ્કાર માટે બાળક વધુ યોગ્ય છે !
સભા : ઉમ્મર કેટલી ?
પોતાની સ્થિતિનો વિચાર રાખ્યા વિના રોઈને પણ ખીર માગે, એની ઉંમર કેટલી હોય ?
344
સભા : બાળકને આ બુદ્ધિ હોય ?
બાળકને આ બુદ્ધિ હોય, એ પ્રશ્ન જ કેમ થાય છે ? આમાં ગભરામણ શી છે ? આપણે જોઈએ છીએ કે, મોટા કરતાં બાળકની બુદ્ધિ નિર્મળ હોય છે. તમે ગાથા ગોખો અને બચ્ચાંને ગોખાવો અને પછી લો પરીક્ષા. બાળકને સ્કૂલે મોકલો અને તમે જાઓ. બાળક વરસમાં બે ચોપડી પાસ કરી શકશે : તમે કદાચ પાંચ વરસે એક ચોપડી પણ પાસ નહિ કરી શકો.
સભા : ધર્મની બુદ્ધિની વાત છે.
વારુ ! નવકાર ગોખવા પર આવો. તમારી અને એની ભાવનામાં જ ફેર. તમને કહીએ તોયે તમારું ચિત્ત કોઈ ઠેકાણે ભમતું હોય. બાળક તો તેને કહો તેમ કરવા તૈયાર. શાથી ? બાળક નિર્મળ છે, વર્તમાન દુનિયાના કુસંસ્કાર વિનાનું છે.
જ્ઞાની કહે છે ઃ કુસંસ્કાર વિનાનામાં સુસંસ્કાર સહેલાઈથી જચી જાય, પછી તેને કાઢવા એ પણ મુશ્કેલ કામ. મોટામાં કુસંસ્કાર પેઠા પછી તેને ભૂંસવા મુશ્કેલ ! એમાં સુસંસ્કાર સીંચવા પણ મુશ્કેલ ! કદી એમાં સુસંસ્કાર આવે તો તેને ટકાવી રાખવા માટે શાસ્ત્ર કહે છે કે, ‘પૂર્વક્રીડાનું સ્મરણ પણ ન કરવું.’ કાપડિયાને સ્વપ્નાં પણ કાપડનાં આવે, ઊંઘમાંયે કપડાં ફાડે અને ભાવતાલ કરતો હોય.
Jain Education International
જન્મતાં જ બાળકને જે સંસ્કાર પડે, તેની અસર કાયમ રહે. જેને સુસંસ્કારની કિંમત જ ન હોય, તેને કોણ સમજાવી શકે ? સુસંસ્કારો નાખવા માટે યોગ્ય સંયોગોની યોજના કરવી જ જોઈએ. ગમે તેવા બુદ્ધિશાળી બાળકને પણ જો યોગ્ય શિક્ષકને ન સોંપવામાં આવે, તો તે મૂર્ખ જ રહે. તેવી જ રીતે બાળકને યોગ્ય સંસર્ગમાં મૂકવો જ જોઈએ. બાળકને પાપના સંસ્કારમાં મૂકો તો પાપાત્મા થાય, અને પુણ્યના સંસ્કારમાં મૂકો તો પુણ્યાત્મા થાય. પૂર્વની
ન
For Private & Personal Use Only
www.jainelibrary.org