________________
333
–
– ૫ : સુખ સંસારનું અને મોક્ષનું - 25–
–
૫૭
ઓતપ્રોત થઈ જાય છે, તે આત્માને તો મુક્તિની પણ ઇચ્છા નથી રહેતી. અને એટલા જ માટે કહેવાય છે કે
ભવે મોક્ષે સમો મુનઃ” આનો અર્થ એ નથી કે આવા મુનિવર “સંસાર” અને “મોક્ષ' એ બેયને સારા માને છે : પણ એ મહાપુરુષ સાધનામાં એવા એકતાન હોય છે કે જેથી તેમની સર્વ ઇચ્છાઓ શાંતપ્રાયઃ થઈ જાય છે. હવે કોઈ પૂછે કે, “તો પછી તે ત્યાં જાય છે કેમ ? અહીં કેમ ન રહે ?' “બોજો નીકળી ગયો માટે સ્વભાવતઃ જાય છે.” જાય ક્યાં સુધી ? જવાય ત્યાં સુધી. કેમ જાય ? એ પ્રશ્ન જ નથી. એથી ઉપર કેમ ન જાય ? સાધન નથી માટે. જેમ કાદવથી લેપાયેલી અને કાંકરાથી ભરાયેલી અને એથી જ સાગરને તળિયે રહેલી તુંબડીનો કાદવ ધોવાઈ જાય, અને કાંકરા નીકળી જાય, કે ઝટ સાગરની સપાટી ઉપર આવે. હવે નીચે જવાની સામગ્રી નથી, અને ઉપર જવા માટે સાધન નથી. હવે એ તુંબડી એવે સ્થાને આવી કે કચરો સ્પર્શી શકે તેમ નથી. આ જ રીતે ઉપરની વાતમાં પણ સમજી લેવાનું છે.
દુનિયાના સુખમાં દુઃખનો અંશ પણ આવે, ત્યારે ભલે નભાવી લેવાય અને મન મનાવી લેવાય, પણ હૃદય તો કહે કે, બધું બગડી ગયું. લાડ ખાતાં ખાતાં ગોળ કે સાકરનો ગાંગડો આવી જાય તો પણ તરત મન બગડે, અવાજ પણ થાય, આકૃતિ પણ ફરે, મન, વચન અને કાયા વિકૃત થાય. આથી સ્પષ્ટ છે કે તમારા આચાર, વિચાર તથા ઉચ્ચાર સૂચવે છે કે તમારે દુઃખના અંશ વિનાનું સુખ જોઈએ છે ? અને તે સુખ, મુક્તિ સિવાય અન્યત્ર નથી જ.
વળી, જેવું તમારે દુઃખના અંશ વિનાનું સુખ જોઈએ છે, તેવું જ કાયમનું પણ જોઈએ છે : એટલે કે, તે સુખ પણ કાયમ ટકી રહે તેવું જોઈએ છે. સંસારમાં સુખ મળ્યા પછી જાય તેને ભયંકર પીડા થાય છે, એ કોને માલુમ પડે ? એને જ : સુખ ભોગવ્યા પછી તે જ ભવમાં ખરાબ સ્થિતિ થાય તેને ! જ્ઞાની કહે છે કે, તમારે આત્યંતિક, દુઃખના લેશ વિનાનું અને કદી પણ ન જાય તેવું સુખ જોઈએ છે.
દુનિયામાં પણ થોડા સુખના સાધનવાળા, ઘણા સુખના સાધનવાળાને જોઈને વધુ સુખ મેળવવા પ્રયત્ન કરે છે : જ્ઞાની કહે છે કે, આવું સુખ દુનિયામાં પૂરું હોય તો બતાવો. દુઃખના લેશ વિનાનું, દુઃખના પરિણામ વિનાનું, કાયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org