________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
અશુભનો બંધ અશુભ વિપાક આપે છે. અશુભ કર્મનો ઉદય આત્માને તકલીફમાં મૂક્યા વિના રહે નહિ.’ - આવું માનનારો સંસારમાં સુખ માને જ નહિ. દુઃખના અંશ વિનાનું સુખ કયાં છે ?
૫
-
અનાદિકાળની વાસના અને મમત્વ, સંસારના પદાર્થ ઉપર ચોટેલાં છે. એ રુચિને એકદમ ઉખેડવી અને તદ્દન અપૂર્વ - નહિ સાંભળેલી તો પછી જોવાઅનુભવવાની તો વાત શી ? વાતને હૃદયમાં ઉતારવા માટે ઉતાવળ કરવી ન પાલવે એટલે જ ‘સંસારમાં સુખ છે કે કેમ ?' તે વિચારીએ છીએ. દુનિયામાં એક ચીજથી એકને સુખ અને બીજાને દુઃખ. એક આદમી લક્ષ્મી પામીને સુખી થાય, બીજો આદમી તેટલી જ લક્ષ્મી પામીને જિંદગીમાં સુખનો છાંટોયે ન અનુભવે. એક ચીજ એક આદમીને પ્રિયકર અને બીજો અપ્રિયકર : એકને સુખકર, બીજાને દુઃખકર : આ બધી વાતના હેતુઓ વિચા૨વામાં આવે, તો તદ્દન સ્પષ્ટ થઈ જાય કે, વાસ્તવિક રીતે સંસારમાં કે સંસારનાં સાધનોમાં સુખ આપવાની શક્તિ જ નથી. સંસારમાં જે સુખ છે, તે એકાંતિક નથી, એટલે કે દુઃખનો અંશ ન હોય તેવું નથી. દુ:ખના અંશને નિભાવી ભલે લેવાય, ભલે મન પણ મનાવી લેવાય, તે વાત જુદી પણ તે વખતે આઘાત તો જરૂર થાય જ. આકૃતિમાં પણ ફેરફાર જરૂર થાય છે. આથી જ સંસારી માત્રને જે સુખ જોઈએ છે, તે દુ:ખના લેશ વિનાનું જ જોઈએ છે, એવું સ્પષ્ટ દેખાય છે, અને તે સુખ મોક્ષ સિવાય બીજે નથી.
તે
Jain Education International
332
સભા : મોક્ષના જીવોને તો અજીવની જેમ બેસી જ રહેવાનું ને ?
આ પ્રશ્ન જ અજ્ઞાનતાનો છે. પુદ્ગલની આધીનતાવાળાને બેસી રહેવું પડે, ઊઠવું પડે, નાચવું પડે, બધુંય કરવું પડે, પણ મુક્તિ એટલે તો પુદ્ગલના સંસર્ગમાત્રનો અભાવ, એટલે કે કેવળ સ્વસ્વરૂપમાં રમણતા. ચાલતાં થાકે અને બેસે, ત્યાં તો બેસી રહેવું પડે એમ કહેવાય પણ સ્વસ્વરૂપની રમણતામાં એમ કેમ કહેવાય ? સ્વસ્વરૂપની રમણતામાં લીન આત્માઓ માટે એવી શંકાનો જ અભાવ છે : કારણ કે સંપૂર્ણપણે પોતાના સ્વરૂપને પામેલા આત્માઓમાં કોઈ પણ જાતની ઇચ્છા જ હોતી નથી. ઇચ્છા, લાલસાથી જન્મે છે : અને લાલસા, અજ્ઞાન અને મોહ આદિથી જન્મે છે : ત્યારે અજ્ઞાન અને મોહ આદિનો સર્વથા અભાવ થયા વિના મુક્તિ મળતી જ નથી. જે આત્મા મોક્ષના અનુષ્ઠાનમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org