________________
૫૫
૫ : સુખ સંસારનું અને મોક્ષનું – 25
કોઈ પૂછે કે ‘મોક્ષમાં સુખ શું ?' “દુઃખનો, ઇચ્છાનો, તૃષ્ણાનો સર્વથા અભાવ : અર્થાત્ સર્વ કર્મસંગથી રહિત થઈ સ્વસ્વરૂપમાં અનન્ય રમણતા એ જ વાસ્તવિક સુખ.” ખાવાપીવા આદિમાં સુખ માનનારા ભ્રમણામાં પડેલા છે, કારણ કે કર્મયોગે મળેલ આ શરીરના શરણે ઉત્પન્ન થયેલ ભૂખ આદિ દુ:ખની શાંતિ માટે જ ખાવુંપીવું વગેરે કરવું પડે છે, આથી સ્પષ્ટ છે કે ખાવુંપીવું એ પણ એક પ્રકારે તો દુ:ખ જ છે. રોજ ઔષધની જરૂરને સુખ માનનારા મૂર્ખાઓ, ભલે તેમાં સુખ માને, બાકી વસ્તુતઃ તેમાં સુખ નથી જ.
સભા : સ્વાદ માટે પણ ખવાય છે !
331
એકલા સ્વાદ માટે નહિ: ભવિષ્યના દુઃખને ભૂલી એકલા સ્વાદ માટે ખાનારા બધા ન નીકળે. ધરાઈને બેઠા હો તો સ્વાદ માટે પણ નહિ ખાઈ શકાય. મૂળ તો ભૂખનું દુઃખ થાય છે, તેના નિવારણ માટે જ ખવાય છે. જો કે વિષયાધીનતા આવી, એથી સ્વાદાદિ વધ્યા એ ખરું, પણ નિદાન ભૂખને મટાડવા ખાવાનું હોય છે. ઇંદ્રિયોનું લૌલુષ્ય, સ્વાદ, મોજમજા આવે, એ જુદી ચીજ છે.
કોઈ પૂછે કે મોક્ષનું સુખ શબ્દમાં કહો ! શાસ્ત્ર કહે છે કે, તે અનિર્વચનીય છે. એ સુખ શબ્દમાં વર્ણવાય તેવું નથી, કારણ કે દુનિયાના સુખ કરતાં એ સુખ તદ્દન જુદી જાતનું છે. જે સાધનો દ્વારા દુનિયા સુખની અભિલાષા રાખે છે, તે જ સાધનોનો સર્વથા અભાવ થાય અને આત્મા પોતાના બળ દ્વારા તે સઘળાં સાધનોની મમતા તજી કર્મમલથી રહિત થઈ સ્વસ્વરૂપમય બને ત્યારે જ મોક્ષસુખનો અનુભવ થઈ શકે છે, અસ્તુ.
હાલ તો એ જ વિચારીએ કે, આ સંસારમાં સુખ છે કે કેમ ? જે સુખનો આભાસ થાય છે, તે સુખ પરિણામે જો સુખ હોત, તો તો વાંધો નહોતો, પણ આત્મા જ સાક્ષી પૂરે છે કે, વિષયજન્ય સુખો, એની અભિલાષા, એ માટેના પ્રયત્નો, એ એવી જાતના છે કે પરિણામે જરૂર શોષવું જ પડે. આ વાતમાં શંકા કોને પડે ? જે પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, તથા એનાં સાધનોને ન સમજી શકે તેને ! આ લોક, પરલોક ન જાણી શકે તેને તો આ વાત સમજવી પણ કઠિન જ પડે. જેને તત્ત્વોનો ખ્યાલ ન હોય, તેને તો એમ જ થાય કે દુનિયાના સુખમાં પરિણામે શી હાનિ ? પણ જે સમજે છે કે માનસિક સુખમાં પરિણામનો પણ બંધ નિયત છે, તેને માટે આ માનવું કઠિન નથી. ‘શુભનો બંધ શુભ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org