________________
– ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ - 28
-
૧૧૩
મુનિ સમાધિ આપે. દરેકથી પોતપોતાની હદનો અમલ થાય. ધર્મકથાનુયોગમાંથી એકેએક વસ્તુનો વિવેક પામી શકાય છે. મહાપુરુષો જે માર્ગે ચાલે, તેની મર્યાદા જાણવી જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી સ્થૂલિભદ્રની વાત આવે છે. ત્યાં સ્પષ્ટ લખ્યું કે ભગવાન સ્થૂલિભદ્ર ચૌદપૂર્વધર પણ પ્રમત્ત થયા. જો એમની એ કાર્યવાહીમાં દોષ ન હોત, તો પ્રમત્ત કેમ કહેત ? સાત બહેનો વંદન કરવા આવી ત્યાં સિંહનું રૂપ બતાવ્યું, એ કાર્યવાહીથી વિદ્યાને માટે ગુરુશ્રીએ અયોગ્ય કહ્યા. મૂર્છા ઉતારવા માટે દાન છે ?
સંસારની એકેએક વસ્તુ જ્ઞાની પુરુષોની દૃષ્ટિએ, દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી છે. આથી જ જ્ઞાની પુરુષોએ લક્ષ્મી, શરીર, ખાનપાન કે યથેચ્છ વિચારોને ધર્મરૂપ ન કહેતાં – દાન, શીલ, તપ અને ભાવનાને જ મુક્તિના હેતુ તરીકે ઓળખાવેલ છે. પરમ મુનિ ફરમાવે છે કે -
'दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्रं शुभभावना च । भवार्णवोत्तारणयानपात्रं,
ઘર્મતુ મુનશો વત્તિ ૨ ' સુપાત્રમાં દાન, નિર્મળ શીલ, વિચિત્ર પ્રકારનો તપ અને શુભ ભાવના આ ચારેય પ્રકારનો ધર્મ સંસારરૂપ સાગરને તારવા માટે “યાનપાત્ર'
એટલે જહાજ સમાન છે.” દાન એ ધર્મ અને લક્ષ્મી એટલે અનર્થ. લક્ષ્મી અનર્થનું કારણ ન હોય, તો દાન દેવાનું જ શું કામ ? દાન દેવાનું શાસ્ત્ર કોને કહ્યું ? જેઓ લક્ષ્મીની મૂચ્છમાં પડ્યા છે તેઓને જેઓએ સર્વથા મૂચ્છ છોડી - લક્ષ્મી માત્રનો ત્યાગ કર્યો, તેઓને માટે દાનનું નથી કહ્યું.
સભા : દ્રવ્યદાનની વાતને ?
હા, ભાવદાન માટે તો વાંધો જ ક્યાં છે ? જેમાં કોઈ જાતનો અનર્થ જ નથી, હાનિ જ નથી, આપત્તિ જ નથી, સામાના ભંડાની સંભાવના પણ નથી, તેવા ભાવદાનમાં વાંધો જ શો છે ?
શાસ્ત્ર દાનને ધર્મ કહ્યો પણ લક્ષ્મીને નહિ. દાન લક્ષ્મીથી થાય માટે લક્ષ્મી પણ ધર્મ - એમ જ કહો તો, લક્ષ્મી શાથી મળે? વ્યાપારથી, માટે વ્યાપાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org