________________
૧૧૪ -
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
390
પણ ધર્મ, વ્યાપારમાં આરંભ-સમારંભ થાય એ પણ ધર્મ, આરંભ-સમારંભમાં જીવઘાત વગેરે ક્રિયા થાય તે પણ ધર્મ, અને જો આ બધી જ વસ્તુ ધર્મરૂપ થાય, તો પછી અધર્મ શું ? જ્ઞાનીએ દાનને ધર્મ કહ્યો. હેતુ ? એ જ કે લક્ષ્મી વગેરે ઉપરથી મૂર્છાને ઉતારવી. લક્ષ્મી વગેરે ઉપરથી મૂચ્છ ઊતરે તો ધર્મ તરફ સદ્ભાવ જાગે, માટે દાન એ ધર્મ કહ્યો. એવી જ રીતે શરીરસેવાને ધર્મ ન કહ્યો, પણ શીલ અને સદાચારને ધર્મ કહ્યો, ખાવા-પીવામાં ધર્મ ન કહ્યો પણ તપને ધર્મ કહ્યો, અને યથેચ્છ વિચારોને ધર્મ ન કહ્યો પણ “આપ્તવચન' રૂ૫ આગમને અનુસરતા શુભ વિચારોને જ ધર્મ તરીકે ઓળખ્યાવ્યા. આથી જ કહેવું પડે છે કે શાસ્ત્રની વાર્તાને, ભ્રમણા ન થાય તેવી રીતે હૃદયમાં ઉતારો. શ્રી તીર્થંકરદેવનો વાદ ન લેવાય ?
આજના અજ્ઞાનીઓ તરફથી પોતાના દોષો અને પોતાની શિથિલતા છુપાવવા માટે વાત વાતમાં શ્રી તીર્થંકરદેવોની વાતો પકડવામાં આવે છે. શ્રી તીર્થંકરદેવ તો લોકોત્તર પુરુષ છે, એ લોકોત્તર પુરુષોના વાદ આપણાથી ન થાય. મોટાના પગલામાં પગ ન મુકાય. બળવાન સાથે બાથ ભીડીએ તો મરીએ નહિ તો માંદા તો જરૂર પડીએ. દીક્ષાની બાબતમાં અજ્ઞાનતાથી આજ્ઞાના સ્વરૂપને સમજ્યા વિના, ભગવાન શ્રી મહાવીરદેવે માતા-પિતા જીવે ત્યાં સુધી દીક્ષા નહિ લઉં –એવો અભિગ્રહ કર્યો હતો એ વાતનું ઓઠું લેનારને પૂછો કે શ્રી તીર્થંકરદેવો તો બધા જ માન્ય છે ને ! તો બીજાની વાત પણ લોને ?” શ્રી ઋષભદેવસ્વામી તથા શ્રી નેમિનાથ સ્વામી પણ તીર્થંકરદેવ જ હતા ને ? શ્રી ઋષભદેવસ્વામીએ સંયમનો સ્વીકાર કર્યા પછી, ભગવતી શ્રી મરૂદેવા માતાએ એક હજાર વર્ષ સુધી રોઈ રોઈને આંખો પણ ગુમાવી હતી' - એ કોણ નથી જાણતું ? “રુદનપૂર્વક પરણવાનો આગ્રહ કરતાં માતાપિતાદિકને રોતાં મૂકીને પણ શ્રી નેમનાથસ્વામી પાછા ચાલ્યા આવ્યા છે' - એ વાત કોણ નથી જાણતું ? જ્યારે ભગવાન શ્રી નેમનાથસ્વામીએ પોતાના રથને પાછો ફેરવ્યો, ત્યારે ભગવાન શ્રી નેમિનાથ સ્વામીના પિતા, માતા અને કૃષ્ણજી આદિ બંધુવર્ગ, શ્રી નેમનાથસ્વામીની સામે આવીને ઊભો રહ્યો તેમાંથી શિવાદેવી' માતા અને “સમુદ્રવિજય” પિતા, રોતી આંખે શ્રી નેમનાથસ્વામીજીને કહે છે કે “આ ઉત્સવથી અકસ્માત્ તું કેમ પાછો ફરે છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી નેમનાથસ્વામીજી સ્પષ્ટ અક્ષરોમાં કહે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org