________________
૩૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
300
વિચાર કોણ લાવ્યું ? ઉપાધિ મૂકવાથી એ વિચાર આવ્યો. એ મહાત્મા શરીરને પણ ઉપાધિ માનતા. ઉપાધિ છૂટી ગઈ એટલે ન તો આધિ નડે, ન તો વ્યાધિ નડે ! આધિ વ્યાધિ ઉપાધિ, રાગ દ્વેષ મોહ વગેરે ન છોડાય, તો સંસારમાં લેશમાત્ર સુખ નથી.
દુનિયાદારીની ઇષ્ટ ચીજના લાભથી ઘડીવાર ભલે આત્મા લાલપીળો, થાય, દ્વેષથી કોઈ બહારના દુશ્મનને પાછો પણ ખસેડે, ધમાચકડી પણ કરે, એથી ક્ષણવાર આનંદ પણ પામે, મોહના યોગે, ક્ષણિક સુખમાં પણ મગ્ન રહી આનંદ માને, સુખ માને, પણ આ બધું પરિણામે દુઃખકારક જ છે. જ્ઞાની કહે છે કે રાગ, દ્વેષ અને મોહથી, શારીરિક અને માનસિક દુઃખના ઉપનિપાતથી પીડાતાં સર્વ પ્રાણીઓએ, એ ત્રણના નાશ માટે હેય એટલે તજવા યોગ્ય અને ઉપાદેય એટલે આચરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન મેળવવાનો યત્ન કરવો જોઈએ. આ શિખામણ કોના માટે છે ? જેને રાગ, દ્વેષ અને મોહ વગેરે ખસેડવું હોય તેના માટે છે !
સભા: સંસાર જ ખસેડવાનો થયો.
સંસાર હેય જ છે. જ્ઞાની પુરુષ સંસારને હેય જ કહે છે. ઉપાદેય તો તે જ કે જે ભગવાને બતાવ્યું. આશ્રવ, સંસારનું કારણ, સંવર, એ મુક્તિનું કારણ ! જેને દુનિયાદારીના પદાર્થો પ્રત્યે રાગ, દ્વેષ અને મોહ ન જોઈએ, તેને માટે પ્રભુનું શાસન છે. જેને એમાં જ આનંદ આવતો હોય, જેને એમાં જઉદય દેખાતો હોય, જેને જ્ઞાનીનાં વચનની કિંમત જ ન હોય, તેના માટે કહેવાપણું જ નથી. સત્યસુખના અર્થી માટે જ આ ઉપદેશ છે. દુઃખમાં જ જેને સુખ લાગતું હોય, પારિણામિક દુઃખની જેને ચિંતા જ ન હોય, પરલોકનો જેને ભય જ ન હોય, સદ્ગતિ તથા દુર્ગતિનો જેને વિચાર જ ન હોય, તેને માટે આ શાસ્ત્ર કામ કરનાર નથી.
પરલોકની વિધિ માટે તો શાસ્ત્ર જ પ્રમાણભૂત છે. જે આત્માને પરલોકની ચિંતા જ નથી, જે આત્મા કેવળ આ લોકની લાલસામાં જ રાચેલમાચેલ હોય, તેને આ શાસ્ત્ર રૂચિકર ન નીવડે. આ શાસ્ત્રની રુચિવાળો આત્મા આગળ વધીને પરલોકની શુદ્ધિ માટે આ લોકની સઘળી ચીજો તજે, સંબંધ તજે, સ્નેહ તજે, સાહ્યબી તજે, અને છેવટે શરીરની મમતાને પણ તજે.
જેને પરલોકનો ભય જ ન હોય, તેને ઘર, બાર, સાહ્યબી વગેરે ભોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org