________________
૩ : પરલોકની ચિંતાને પ્રધાન બનાવો 23
તજવાનું કારણ શું ? તેણે મળેલું મૂકવું જ શા માટે ? તેવા આત્માએ દાન પણ શા માટે દેવું ? પોતે મહેનત કરી મેળવેલી ચીજ અન્યને દેવી, તેનું નામ દાન : મેળવેલી કે મળેલી ચીજ દઈ દેવી તે પણ દાન. મળેલી ભોગસામગ્રીના ભોગ ઉપર અંકુશ મૂકવો તે શીલ : ઉત્તમ પદાર્થોની લાલસાનો ત્યાગ કરવો તે તપ ! આપત્તિ વખતે અડગ રહેવું, સંપત્તિ વખતે લેપાવું નહિ, એ પણ તપ છે : અને લોલુપતાનો ત્યાગ કરવો તે પણ તપ છે. સારી દુનિયાના ભલાની ભાવના કરવી તે ભાવ.
309
મળેલી કે મેળવેલી ચીજ કોઈને દઈ દેવી, મળેલી ચીજને બરાબર ન ભોગવવી, સંપત્તિમાં લહેર ન કરવી, આપત્તિમાં દુઃખી ન થવું, અને પોતાનું કામકાજ છોડી દુનિયાના ભલાની ચિંતા કર્યા કરવી, આ બધાનું કારણ શું ? આનો હેતુ બોલો ! જે પ૨લોક નથી માનતો, તેને આ બધી ક્રિયાઓ વ્યર્થ પ્રાયઃ છે. જેની પરલોકની શુદ્ધિ નથી, તેની દાનાદિક ધર્મક્રિયાઓ એ વસ્તુતઃ ધર્મક્રિયાઓ જ નથી. જે પરલોકની શુદ્ધિનો ખ્યાલ રાખે, તેનાથી આ લોકના પદાર્થોનું પોષણ થાય નહિ. આ લોકમાં મળેલા કે મેળવેલા પદાર્થોનો ભોગવટો, આત્માના પરલોકને બગાડે છે. જેને એ વિચાર આવે તેને દાનની સાચી બુદ્ધિ આવે : મળેલી ભોગસામગ્રીમાં લીન થવું, એ આત્માના પરલોકને બગાડનાર છે - એ ખ્યાલ થાય તો સાચું શીલ આવે : પદાર્થોની આધીનતા આત્માને પાયમાલ કરનાર છે એમ થાય તો શુદ્ધ તપ પણ ચાલ્યો આવે : અયોગ્ય વિચાર પણ આત્માની ગતિ બગાડનાર છે, એ થાય તો શુદ્ધ ભાવના હૃદયમાં પ્રગટ થાય અને અંતરમાં ‘પ્રાણીમાત્રનું ભલું થાઓ, દુશ્મન પણ સુખી થાઓ !' - આ ભાવના પણ સદાને માટે જાગ્રત રહે !
ધર્મ, ચિરપરિચિત નથી :
પરલોકની શુદ્ધિની ભાવના વિના શ્રી જિનેશ્વરદેવના આગમે કહેલો ધર્મ હૃદયમાં ઊતરતો નથી. આ લોકની મમતા છૂટ્યા વિના સાચો ધર્મપ્રેમ જાગતો નથી. આ વાત તથાવિધ રુચિકર નીવડતી નથી. દુનિયાના પદાર્થો પ્રત્યે ‘આ મારુ નથી' . એમ થાય, ત્યારે જ ધર્મ ઉપર સાચો પ્રેમ થાય. “આ મારું નથી, આ સાથે આવવાનું નથી, પરલોકમાં સહાય કરનારું નથી”
-
· એમ થાય કે ઝટ ધર્મ તરફ પ્રેમ જાગે. સૌથી પહેલી ધર્મ પ્રત્યે જિજ્ઞાસા
-
થવી જોઈએ. પાસેના પદાર્થો - ઘરબાર, રાજપાટ, ઋદ્ધિસિદ્ધિ વગેરે ઉપર
Jain Education International
૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org