________________
૩૪
–
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - -
-
310
આનંદ આવેત્યાં સુધી ધર્મ પ્રત્યે સાચી જિજ્ઞાસા ન થાય. “આ બધામાં મારું સાચું હિત દેખાતું નથી' – એવો આભાસ થાય, એવી કાંઈક ઝાંખી થાય કે આમાં લીન રહેવામાં કાંઈ લાભ લાગતો નથી, તો જ અપરિચિત એવી ધર્મવસ્તુ પ્રત્યે જિજ્ઞાસા પેદા થાય. ધર્મવસ્તુ અત્યારે અપરિચિત જેવી છે. તમે આવા વ્યવહારકુશળ, બુદ્ધિના નિધાનો, લાખોનો કરોડોનો વહીવટ કરનારાઓ, બજારને પણ હાથ કરનારાઓને પણ અહીં - ‘આ કેમ ? અને આ કેમ ?” – થાય છે, કારણ કે વસ્તુ હજી અપરિચિત છે ! કદાચ પૂર્વે પરિચય થયો હોય, તો તે પૂર્વસંસ્કાર પણ જાગ્રત ન થાય તેવો ! એક આદમીને બે સેકંડ જુઓ અને એકને પાંચ કલાક જુઓ, પછી પાંચ વરસે જોવામાં આવે, તો પાંચ કલાકવાળો ઝટ ઓળખાય અને બે સેકંડ જોયો છે, તે તો ન પણ ઓળખાય અગર મોડો ઓળખાય. દુકાન પર નામું લખતી વખતે, ઓફિસર ઓફિસમાં કામ કરે તે વખતે, જે એકતાનતા હોય છે, જે સ્થિરતા તથા સ્કૃતિ હોય છે. તેવી ધર્મીઓની ધર્મ પ્રત્યે કેમ નથી તે વિચારો ! બાળક પાસેથી રૂપિયો લઈ લેવો હોય તો આપે ખરો ? કેમ ન આપે ? તેને પૈસા ઉપર પ્રેમ ક્યાંથી થયો ?
સભા : પરિગ્રહ સંજ્ઞાથી. એ સંજ્ઞા ક્યારની ? સભા : અનાદિની.
અહીં ધર્મ પ્રત્યે આમ કેમ ? - આ પ્રશ્નના ઉત્તરમાં કહેવું જ પડશે કે - ધર્મ અપરિચિત છે. “પૂજા કરો છો ?' આ પ્રશ્નના ઉત્તરમાં કહેશે કે ટાઇમ મળે તો ને ! ટાઇમ નથી. પેઢી ઉપર ? ત્યાં તો નિયમિત જવાય છે. આઠ વાગે ખોલવાનો ટાઇમ છે, માટે વ્યાખ્યાનમાં અવાતું નથી. દશ-સાડા દશે ઓફિસે જવું પડે, માટે આ બધું અમારે પાલવે નહિ : આવું ઝટ કહે. પૂજા, પ્રતિક્રમણ, આવશ્યક વગેરેમાં કહી દે કે જોઈશું, ટાઇમ હશે તો. માટે કહેવું જ પડશે કે ધર્મ એ હજી અપરિચિત વસ્તુ છે. ધર્મનો પરિચય થઈ જાય, તો આ બધું થઈ જાય અને પેલું રહી જાય. અત્યારે તો આ રહી જાય છે અને પેલું થઈ જાય છે. આ લોક્માં ચોંટાડવા, એ મુશ્કેલ નથીઃ
મારી એક જ ભાવના છે કે તમને બધાને પરલોક તરફ જોતા કરવા. તમારી બધાની દૃષ્ટિ આ લોકથી ખસેડી પરલોક તરફ વાળવી અને આ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org