________________
૩ : પરલોકની ચિંતાને પ્રધાન બનાવો - 23
રૂપ
જ વ્યાખ્યાન વાંચું છું : એમાં જો ફળીભૂત થાઉં, તો આ આગમ તરત તમારા હૃદયમાં સોંસરું ઊતરી જાય. આ લોકના પદાર્થો ઉપર ચોંટેલી દૃષ્ટિ પરલોક તરફ ન વળે, ત્યાં સુધી આગમની સારામાં સારી વાતની પણ અસર હૃદય ઉપર નથી થઈ શકતી.
311
શાસ્ત્ર કહે છે કે ‘લોકદષ્ટિને આ લોક તરફ ખેંચનારા જગતના ઉપકારી નથી પણ અપકારી છે.' આ લોકમાં તો પ્રાણીમાત્ર ચોંટેલાં છે જ, ઉખેડવાની મહેનત કરો તોય જલદી ઊખડે તેવાં નથી, સંસાર ઉપર તો સંસારનો મજીઠ જેવો પાકો રંગ છે, એ રંગ ધોયો ધોવાય નહિ એવો છે, બળે ત્યારે જ રંગ જાય, - આ દશામાં આ લોકમાં ચોંટાડવાનો યત્ન હોય ? આ લોકમાં ચોંટાડવા મુશ્કેલ છે ?
=
‘વસુ વિના નર પશુ’ - ‘કંગાલ કેમ રહ્યા છો ?’ - ‘કારખાનાં ખોલો’, - ‘પેઢીઓ ખોલો' આવી વાતો કરવામાં આવે તો બધા ‘હા ખરી વાત, હા ખરી વાત' - એમ તરત કહેવા લાગી જાય. લાખ્ખોને કમાવા માટે લઈ જવા હોય, તો સામાન્યતઃ બધા પાછળ આવવા તૈયાર છે. આ રીતે અનુયાયીનું ટોળું કરવામાં - આપણું પોતાનું જ બોલતા કરવામાં વાર કેટલી ? દુનિયામાં જીવોને રંગરાગના રસિયા બનાવવામાં વાર કેટલી ? જરા પણ નહિ : મુશ્કેલી તો રંગરાગના રસને કાપી, ધર્મરસને ઉત્પન્ન કરવામાં છે. ત્યાં તો આપત્તિ પણ સહેવી પડે, પહાડ જેવા અડગ પણ રહેવું પડે. પૂર્વના મહાપુરુષોને જુઓ. મુક્તિ સાધતાં પ્રાણાંત ઉપસર્ગો સહ્યા છે ! કાંઈ ખાધે-પીતાં ઓછી જ મુક્તિ મળે છે ?
શ્રી પદ્મવિજયજી મહારાજ કહે છે કે,
‘ખાવત પીવત મોક્ષ જે માનત, તે સિરદાર બહુ જટમાં'
જટ એટલે મૂરખ. સાધુથી ‘બહુ મૂરખનો સરદાર' એવું બોલાય ? અને તે પણ ક્યાં કહેવાનું ? પૂજા એટલે મંદિરમાં બોલાય. ત્યાં કઈ ભાવના ? એ મહાત્માને કેટલું દુ:ખ થયું હશે, કેવી દયા પેદા થઈ હશે, ત્યારે આ લખ્યું હશે ? જે વસ્તુથી આત્માનો નાશ, તેનાથી જ મુક્તિ માની બેઠા છે, માટે ગમે તેવા શબ્દોથી પણ ભાન કરાવવું, કે જેથી એ બિચારા એના ફંદામાં ન ફસાય- એ એમની ભાવના હતી. વાત એ છે કે આજના કેટલાકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org