________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -૨
તો ભાવનાના દ્વાર સુધી જવાની પણ ઇચ્છા નથી થતી. એક વાર તમને બધાને આ લોકમાં આનંદ માનતા બંધ કરવા છે. એ થયું એટલે પછી સર્વ અંગીકાર કરો, સર્વવિરતિની ભાવના થાય, તો તે પણ તૈયાર છે, પણ તે પહેલાં એક વાર આ કામ કર્યા વિના તો છૂટકો જ નથી. એ તો મૂળ છે.
૩૭
આજે ઘણાઓ કહે છે કે ‘ધરમ, ધરમ શું કરો છો ? આ પણ જોવું તો પડશે ને !' અરે ભાઈ ! એમ બોલતાં શીખ કે ‘ધર્મ વિના ન ચાલે, પણ હું કંગાલ કે આ જોયા વિના રહી શકતો નથી.’ ઘણા કહે છે કે ‘ધરમ ધરમ કરીએ તો ભીખ માંગીએ, ધરમ તો ક્યારે ? પરવારીએ ત્યારે’. ‘અહીંથી પ૨વા૨ે ક્યારે ? શ્વાસ ચાલે ત્યારે પણ નહિ; આંખો મીંચાય ત્યારે ન છૂટકે. ત્યારે પણ ક્યાંથી ? ઝટ નવું માંડે. શબ તો અહીં પડ્યું હોય અને ખૂટે નવી ક્રિયા ચાલુ થઈ જાય. અંત દેખાય છે ક્યાં ? દૃષ્ટિ ફરે તો અંત આવે. આ દિષ્ટ ફેરવવાની વાત તમને માન્ય છે ?
312
માન્યતા બે પ્રકારની છે : એક માન્યતા એવી કે વસ્તુ સિદ્ધ ન થાય ત્યાં સુધી મુંઝવણ કરાવે, પશ્ચાત્તાપ કરાવે. બીજી માન્યતા એવી કે એ માન્યતા માન્યતારૂપે જ પડી રહે. માન્યતા મજબૂત થઈ, એટલે ક્રિયા તો દોડતી આવશે. આત્મામાં આ માન્યતાની ચિનગારી પડવી જોઈએ : રંગરાગની વાસના પર કાળા ડાઘ પડવા જોઈએ : તે કાળા છે એવું ભાન થાય એટલે આત્મા ઝટ યોગ્ય માર્ગે વળે, સાચી વસ્તુ તરફ હૃદયમાં બહુમાન પેદા થાય અને પ્રભુની આજ્ઞાના પાલન વિના કલ્યાણ નથી એમ ખાતરી થાય આ થયા પછી આટલી બધી મહેનત નહિ જ કરવી પડે.
મુદ્દો એ કે ગુરુ પાસે એક જ ભાવના, દેવ પાસે એક જ વિનંતી કરો કે અમે આ લોકમાં તો ફસેલા છીએ, તેમાંથી કોઈ પણ પ્રકારે અમારો ઉદ્ધાર કરો. એક વાર પરલોક તરફ દૃષ્ટિ ચોંટી ગઈ, કે આગમના વચન તરફ એવી ભક્તિ થશે કે તેનાથી વિરુદ્ધ આચાર, વિચાર, કે વર્તનનો ઉમળકો કદી જ નહિ થાય. વારંવાર એમ થયા કરશે કે, હું આગમથી વિરુદ્ધ તો નથી જતો ને ? કંઈ વિરુદ્ધ તો નથી કરતો ને ? કંઈ વિરુદ્ધ તો નથી બોલતો ને ? આવી કાળજી રહ્યા કરે, તો શાસ્ત્ર કહે છે કે એક વાર અજ્ઞાન કે પ્રમાદથી વિરુદ્ધ થઈ પણ જાય, તો પણ ભયંકર અહિત નહિ થઈ જાય : કેમ કે તરત જ ઠેકાણે આવી જવાશે. હૃદયમાં કાળજી સતત હોવાથી બચી જવાશે. એટલા વિરાધક નહિ થવાય, કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org