________________
૩ : પરલોકની ચિંતાને પ્રધાન બનાવો 23
જેથી બચાય જ નહિ. પરલોક તરફ તમારું ધ્યાન ખેંચાયું, કે તમને બોલાવવા ન પડે, તમે સ્વયમેવ આવશો.
313
પરલોકના ચિંતક જે ધર્મ બતાવે,
તે આ લોકના ચિંતક ન બતાવે :
ઘરે મા-બાપ મૂકીને અહીં કેમ આવો ? ઉત્તમ કુળની વાત હમણાં લો. ઉત્તમ કુળના વડીલો પોતાનાં સંતાનોને ધર્મ આપવા કાળજી રાખતા હોય, છતાં અહીં આવવાનું કારણ ? એ વડીલો ગમે તેવા, ધર્મ આપવાની ભાવનાવાળા, પણ મર્યાદિત ! પોતાના સ્વાર્થને હાનિ ન પહોંચે તેની કાળજી રાખનારા ! એ કાળજી પહેલી રાખે - હજી ત્યાં મોહ છે. આજે પહેલી વાત તો એ જ કે ધર્મમાર્ગે ચડાવનારા, ધર્મ તરફ દૃષ્ટિ વાળનારા વડીલ બહુ જ થોડા ! ખોળામાં બેસાડી અઢારે પાપસ્થાનકથી આઘા રહેવાની શિખામણ આપનારા વડીલ કેટલા ? ‘દેવ, ગુરુ અને ધર્મ એ જ શરણ છે - એમાં જ કલ્યાણ છે' - એવું કહેનારાં મા-બાપ અલ્પ ! મા-બાપની તથા વડીલની ફરજ છે કે સંતાનને ખોળામાં બેસાડી આવી શિખામણ આપે. સંતાન જો અનીતિથી હજારો કમાઈ લાવે, તો મા-બાપ અગર વડીલ કહી દે કે ‘આ કમાઈથી હું સંતોષ પામ્યો નથી. કેમ કે તું દુર્ગતિમાં જાય, તે મારાથી સહન થતું નથી.' આવું સાચું કહેનારા, સૂચના કરનારા, ટોણા મારનારા વડીલો કેટલા ? સમ્યગ્દષ્ટિ મા-બાપ બનવું હોય તો આટલું તો કરવું જ જોઈએ. આનું નામ શિક્ષણ, આનું નામ કેળવણી, આનું નામ વિદ્યાભ્યાસ અને આનું જ નામ સાચી વિદ્યાપ્રાપ્તિ. ગઈ કાલને ભૂલી જાઓ. આજથી કાયદો કરો કે ‘રોજ ઘરમાં, કુટુંબીમાં આ સંસ્કારો નાખવા !’ પછી જુઓ, એકાદ મહિનામાં કેવુંક પરિવર્તન થાય છે. એવાં કુટુંબોનો પરિચય શ્રી રામાયણમાં તમને થશે.
૩૭
સમ્યગ્દષ્ટિ કુટુંબો એવાં કે દુનિયાદારીના પદાર્થો લેવામાં આનાકાની કરતાં, પણ છોડવામાં આનાકાની નહોતાં કરતાં. શાથી ? સંસ્કાર જુદા, વાતાવરણ જુદું. શ્રાવકકુળનું વાતાવરણ કેવું હોય ? દેવતા પણ આવવા ઇચ્છે એવું હોય. એ ઇચ્છે છે કે ‘મિથ્યાવાસનાથી વાસિત એવું ચક્રવર્તીપણું મને ન જોઈએ, પણ દાસ થાઉં, દરિદ્ર થાઉં, સેવક થાઉં તો પણ શ્રી જિનેશ્વરદેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org