________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
ધર્મની વાસના મળતી હોય, ત્યાં મારો જન્મ થાઓ !' એવી વાસના એ ગુણ છે. જીવાદિ તત્ત્વોનો વિચાર તો જૈનકુળમાં ચાલુ જ હોય. એ વિચાર જૈનકુળમાં જન્મેલાને સહજ હોય જ. ખાતાં ખાતાં માતા ભણાવે, વેપાર કરતાં કરતાં પિતા ભણાવે. જૈનકુળના રિવાજ કયા ? સ્ત્રી, પ્રકાશ થયા વિના કોઈ પણ પ્રવૃત્તિ ન કરે. આંખોથી બરાબર જુએ કે કોઈ જીવ માર્યો ન જાય. આરંભી તો છીએ જ, પાપાત્મા તો છીએ જ, પણ વિના કારણે બેદરકારીથી કોઈ પણ જીવની હાનિ ન થાય, આ કાળજી હોય. હાથમાં પંજણી લે. ઉપરથી કોઈ જીવ ન પડે તેની કાળજી તો પહેલેથી ૨ખાયેલી જ હોય, એટલે ચંદરવા બાંધેલા જ હોય. માતા પુંજણી ફેરવે, આજુબાજુ જોઈ પંજણી ફેરવે, એ જોઈ બાળક પૂછે કે, - ‘આ શું કરો છો ?' મા કહે કે ‘જીવોની રક્ષા ! જોવાથી મોટા જીવો તો દેખાણા, પણ સૂક્ષ્મ જીવો જે આંખે ન દેખાય તેની યતના માટે પુંજણી ફેરવું છું.' આ બધું બાળકો સાંભળે.
સભા : આ તો જીવવિચાર આવ્યા.
જીવવિચાર અને નવતત્ત્વ બધુંય આવે. જૈનકુળમાં મા-બાપ ધારે તો વાતવાતમાં બધુંય આપે. માતા કહે કે આ જયણા ન કરીએ તો, આશ્રવ લાગે. પુંજણીની ક્રિયા એ સંવર. પુંજણી ન ફેરવીએ તો પાપ. રક્ષાની ક્રિયા કરતાં ભાવનાયોગે પુણ્ય અને નિર્જરા થવા માંડે તો પરિણામે મુક્તિ પણ થાય. આ ક્રિયા ન કરીએ તો પાપ લાગે, એટલે કર્મનો બંધ પણ થાય. બાલ્યાવસ્થામાં પડેલા આ બધા સંસ્કાર કચાં જાય ? શ્રાવિકા જો શ્રાવિકા હોય તો રસોઈ કરતાં કરતાં કર્મક્ષય કરે, પણ શ્રાવિકા, શ્રાવિકા હોય તો ને ? આચારવિચાર અખંડપણે ચાલુ હોય તો બધું કામ સહેલું છે. આજ આચારહીનતાના પરિણામે વસ્તુ ગઈ. માતા-પિતા આટલા બધા સંસ્કાર પાડે, તોયે એની મમતા ગઈ નથી, એટલે એ તો સ્વાર્થને હાનિ ન પહોંચે તેવો ધર્મ કહે. જિજ્ઞાસુ સમજે કે પરલોકની ચિંતા કરનારા ગુરુ જે ધર્મ બતાવે, તે આ લોકની ચિંતા કરનારાં મા-બાપ ન જ બતાવી શકે !
૩૮
Jain Education International
For Private & Personal Use Only
314
www.jainelibrary.org