________________
ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા
જિનાગમ ન હોત તો શું થાત ? ધર્મની જિજ્ઞાસા ક્યારે થાય ? ધર્મની સાચી જિજ્ઞાસા કેળવો ? સંસાર નિ:સંસાર છે : દોષિતમાં ગુણનો આરોપ ભયંકર છે :
♦ ઇલાચીકુમાર અને નટડી :
૦ પડતાનાં દાંત ન લેવાય :
24
♦ પડવાની બીકે ચડવાનું બંધ ન કરવું જોઈએ : ૭ થોડી પણ આરાધના અવશ્ય ફળે છે !
વિષય : શાસ્ત્રપરિજ્ઞા વિવરણમ્ - પીઠિકા ચાલુ
શાસ્ત્રસમર્પિતતાનું અનન્ય મહત્ત્વ પ્રતિપાદિત કરતાં પૂ. પ્રવચનકારશ્રીજીએ સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરિજી મ.નો આગમ બહુમાન ૫૨ શ્લોક ટાંકી તેનો ભાવ ખોલ્યો છે. હેય-સંસાર અને ઉપાદેય મોક્ષ અને મોક્ષાર્થે સંયમ એ વાતના અનુસંધાનને આગળ વધારતાં ધર્મની સાચી જિજ્ઞાસા કેળવવાનું કહ્યું છે. એ માટે શ્રદ્ધાસંપન્ન શ્રોતા અને ગીતાર્થ વક્તાની જુગલબંદી થાય તો કલિકાલમાં પણ શાસન કેવું એકછત્રી બની જાય તે વીતરાગસ્તોત્રાધારે સમજાવ્યું છે. આવા જ શ્રદ્ધાસંપન્ન શ્રોતા જિનભક્ત શ્રીકુમારપાળ મહારાજાની આરતીનો પ્રસંગ આંગોપાંગ વર્ણવી છેલ્લે ઇલાયીકુમારને સંયમી સાધુનાં દર્શને કેવો લાભ થયો એ વાત દ્વારા સંયમનું મહત્ત્વ સમજાવી સાધનામાં ચડતા જીવોનું જ દૃષ્ટાંત લેવાની સલાહ આપી પ્રવચનની પૂર્ણતા કરી છે.
મુલાકાતૃત
♦ દુનિયાનો એક પણ અયોગ્ય વિચાર જૈનશાસનમાં ન હોય.
♦ સત્ય તરફ રુચિ અને અસત્ય તરફ અરુચિ એટલે જ સમ્યગ્દર્શન.
♦ સંસાર એ દુઃખ અને સંસારી એટલે દુઃખી : માટે સંસાર પણ હેય અને સંસારીપણું પણ હેય !
♦ નિર્દોષ ચીજમાં ગુણારોપ કરી પૂજાય તો લાભ આપે, પણ દોષવાળી ચીજમાં ગુણનો આરોપ કરી, એને પૂજાય તો દોષની પુષ્ટિ થાય.
♦ ‘વસુ વિના નર પશુ’ - આ વચન લૌકિક છે : ધર્મશાસ્ત્રનું નથી. વસુ વિનાનો પણ ધર્મી, દીન ન હોય. એને દૈન્યવૃત્તિ જ ન થાય.
Jain Education International
♦ અશુભ વિચાર કે પાપપ્રવૃત્તિ કરતાં પહેલાં સો વખત વિચાર કરજો, પણ પ્રભુના માર્ગે જવાનું મન થાય તો તત્ક્ષણ જજો !
* શુભ ભાવ કોક જ વાર આવે, એ વખતે જો વિચારવા રહ્યો તો પરિણામ ખસતાં વાર નહિ લાગે.
♦ પડવાની બીકે નહિ ચડેલા કરતાં શુદ્ધ ભાવનાપૂર્વક ચડીને કર્મના યોગે પડેલા ઘણા ઊંચા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org