________________
૪: ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા
જિનાગમ ન હોત તો શું થાત?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ શ્રી આચારાંગ સૂત્રની પીઠિકા કરતાં પહેલાં, પ્રથમ શ્લોકમાં પોતે જે તીર્થમાં વર્તે છે, તે તીર્થ જયવંતુ છે એમ જણાવી, બીજા શ્લોકમાં આ “આચારાંગશાસ્ત્ર' ભગવાન શ્રી મહાવીરદેવે જગતના કલ્યાણ માટે પ્રરૂપ્યું છે અને હું એમની આજ્ઞાને સંપૂર્ણપણે આધીન છું.-એમ પણ જણાવ્યું અને ત્રીજા શ્લોક દ્વારા “શ્રી ગંધહસ્તિરચિત અને અતિ ગહન એવા શસ્ત્રપરિજ્ઞાવિવરણમાંથી સુખપૂર્વક બોધ થાય તે માટે સાર ગ્રહણ કરું છું.' આ પ્રમાણે કહી શ્રી જિનપ્રવચનને અને શ્રી જિનપ્રવચનની આજ્ઞા મુજબ વિચરતા મહર્ષિપુંગવોને પણ પોતે આધીન છે, એમ સ્પષ્ટ કર્યું. આથી સિદ્ધ છે કે મહર્ષિ પોતાના ઘરનું કલ્પિત કશું જ કહેતા નથી અને સમ્યગ્દષ્ટિ આત્માનો આ તો મુખ્ય સિદ્ધાંત છે કે તે તીર્થને પોતાનું સમજે અને તેની આજ્ઞા સિવાય મારાથી એક પણ અક્ષર કહેવાય નહિ, એવી તેની અવિચળ માન્યતા હોય છે. એ માન્યતાથી જે ખસે તે શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં ટકી પણ શકતો નથી. જે તીર્થમાં ઉપરની માન્યતા રાખવાની છે, તે આ તીર્થમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, અને એક પણ સુંદર વિચારનો ઇન્કાર નથી : એના સિદ્ધાંતો એવી રીતે સિદ્ધ થયેલા છે કે એને સેવનાર આત્મા નિયમા મુક્તિપદને મેળવે, માટે એ તીર્થ શાશ્વત છે, અનુપમ છે, અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે. આવી રીતના તીર્થને માન્યા બાદ, એને મૂકીને વિચાર કરવાપણું રહે છે જ ક્યાં ?
દુનિયામાં જેટલા અયોગ્ય વિચાર, તેમાંનો એક પણ આમાં ન મળે, તેમજ ઉત્તમ વિચારસરણીથી યુક્ત સિદ્ધાંતો એવા કે અણસમજદાર પણ એની સેવામાં પડી જાય, તો તેનું પણ કલ્યાણ જ થાય : તેમજ વળી જે કાયમ રહેનાર છે, જેની જગતમાં કોઈ જોડી નથી અને આવાં બધાં કારણે તો ખુદ શ્રી તીર્થકરદેવો. પણ જેને નમે છે, તો આ સિવાય વિચાર કરવાપણું બીજે રહે છે જ ક્યાં ? જે વિશેષણો આપ્યાં, જે ધ્યાન કરાયું, અને જે મહિમા ગાયો, તેમાં જેને શંકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org