________________
17
– ૪ : ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા - 24 –
–
૪૧
હોય તેની વાત જુદી : પણ શંકા જ ન હોય, તીર્થ આવું જ હોય, તો તેની પાછળ ચાલવું જ જોઈએ : કેમ કે, એને અનુસરવામાં નાશનો સંભવ જ નથી.
જ્યાં જ્યાં જુઓ, ત્યાં તો સુંદર જ વિચાર દેખાય. અજાણપણે સેવાય, તો પણ સન્માર્ગે જવાય : કોઈ પણ કાળે એ દગો ન જ દે.
ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જેવા પણ કહે છે કે “અનાથ એવા અમારા માટે જો કોઈ નાથ હોય, તો જિનાગમ છે. આજ સુધી અમે અનાથ હતા, હવે જિનાગમ મળી ગયું એટલે સનાથ થયા તેથી ભીતિ નથી.' એ કહે
“ અરિસા નીવા, સોરસિયા હા ! અનre હંતા, નફર હું તો નિrt II II”
અમારા જેવા, દુષમકાળથી દૂષિત, અનાથ એવા જીવોનું જો જિનાગમ ન હોત તો શું થાત?” શાથી? જે ગુણો જ્ઞાનીએ કહ્યા, તે બધા ગુણોથી આ
આગમ-આ તીર્થ, વિશિષ્ટ છે એવી એમની માન્યતા મક્કમ હતી. ધર્મની જિજ્ઞાસા કયારે થાય?
સમ્યગ્દર્શન આનું નામ. સમ્યગ્દષ્ટિ બધા દ્વાદશાંગીધર જ હોય એ ન બને. બધું જાણ્યા બાદ જ સમ્યગ્દર્શન થાય, એવો કાંઈ કાયદો નથી. સમ્યગ્દર્શન એવી ચીજ છે કે તે પ્રગટ થયા બાદ સહેજે સત્ય તરફ રુચિ અને અસત્ય તરફ અરુચિ પેદા થાય ? પણ વાત એ છે કે વસ્તુ પ્રત્યે તથાવિધ રાગ બંધાવો જોઈએ. જ્ઞાનીએ કહેલી એવી ઘણી વસ્તુઓ છે, કે જ્યાં બુદ્ધિ પણ ન ચાલે : પણ સમ્યગ્દષ્ટિ આત્મા, સમ્યગ્દર્શનના યોગે તથાવિધ સત્ય છે એમ માને. ઘણા પદાર્થો એવા છે કે જે ન દેખાય, ન તે રીતે અનુભવાય, છતાં સમ્યગદષ્ટિનું હૃદય નિઃશંકપણે જાણે છે કે જ્ઞાનીએ જેવું હતું અને છે તેવું જ કહ્યું છે : અમારા ભલા માટે કહ્યું છે, ત્યાં વાંધો હોય જ નહિ. સમ્યગ્દષ્ટિ આત્માને શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે, તેમના અનુયાયી નિગ્રંથો પ્રત્યે, અને તેમના શાસન પ્રત્યે, આ જાતનો જ સદ્ભાવ હોય છે.
ટીકાકાર મહર્ષિએ પીઠિકામાં ફરમાવ્યું કે રાગ, દ્વેષ અને મોહને લઈને શારીરિક તથા માનસિક સંકટના કટુ ઉપનિપાતથી પીડાતા દરેક સંસારી આત્માએ, એ દુ:ખને માટે અથવા એ દુઃખના કારણભૂત રાગ, દ્વેષ તથા મોહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org