________________
907
– ૩: પરલોકની ચિંતાને પ્રધાન બનાવો - 23
-
૩૧
જ નહિ પણ દુ:ખફલક અર્થાતુ દુઃખ છે ફળ જેનું એવો અને દુઃખ-પરંપરાવાળા તરીકે જણાવ્યો છે. એટલે સંસારની પરંપરામાં પણ દુઃખ જ છે !
હવે વિચારો કે “આપણા આત્માને દુઃખી કરનાર કોણ ?” ઉત્તરમાં કહેવું જ પડશે કે “રાગ, દ્વેષ અને મોહ ! જે આ ત્રણને આધીન રહેવા માગતો હોય તેણે દુઃખ સહેવા તૈયાર રહેવું જ જોઈએ ને ? અને જેને દુઃખ ન ગમતું હોય, તેણે આ ત્રણથી બચવાનો પ્રયત્ન પણ કરવો જ જોઈએ. આ વાત સમ્યગ્દષ્ટિ આત્માના હૃદયમાં તો નિશ્ચિત જ હોય. રાગી, દ્વેષી અને મોહમગ્ન આત્મા દુઃખી છે, એ કથનથી જ્ઞાની આત્માને કશું જ આશ્ચર્ય થાય જ નહિ. જે સંસાર જ દુઃખમય છે, ત્યાં સુખ હોય જ ક્યાંથી ? સંસારી સુખી હોય જ કયાંથી ? અગ્નિમાં પડે અને ગરમી ન લાગે, એ કાંઈ બનવા જોગ છે ? સંસારી સુખી એ આશ્ચર્ય : પણ તે કોણ ? એક સંયમી જ ! સંસારમાં રહેલો સંયમી તે સુખી ? કારણ કે તેને સતાવનારી આ સંસારમાં કોઈ વસ્તુ જ નથી. બાકી સંસારમાં દુઃખ તો બેઠું જ છે.
સંસાર શું? રાગ, દ્વેષ અને મોહ! આધિ, વ્યાધિ અને ઉપાધિ - આ હોય ત્યાં સુખ નહિ. આધિ એટલે માનસિક પીડા, વ્યાધિ એટલે શારીરિક પીડા અને ઉપાધિ એટલે સંસારની તૃષ્ણાઓની અતૃપ્તિ ને એની વ્યગ્રતા ! ઉપાધિ હોય ત્યાં આધિ-વ્યાધિ ન હોય એ બને જ નહિ. આધિ-વ્યાધિની જનની જ ઉપાધિ છે. આધિ-વ્યાધિ થાય શાથી? ઉપાધિ અંગીકાર કરવાથી, ઉપાધિ ન હોય તો આધિ-વ્યાધિ હાનિ ન કરે. ઉપાધિથી છૂટવું, તે સંયમ : ઉપાધિની મમતા જ આધિ તથા વ્યાધિને ઉત્પન્ન કરે છે. ઉપાધિની મમતા મૂકનારને આધિ તથા વ્યાધિ આવતી નથી, કદાચ આવે તો એ મુંઝવતી નથી. સંયમી આત્માએ ઉપાધિ મૂકી, ઉપાધિની મમતા મૂકી, એટલે આધિ તો આવે જ નહિ. કર્મયોગે વ્યાધિ આવે, તો પણ તેના ઉપર તેની અસર ન કરે. ઊલટ તે આત્મા એને તો કર્મક્ષયનું જ કારણ માને. જેને પરલોકની ચિંતા નથી, તેની ધર્મક્રિયા નિષ્ફળ :
શ્રી સનકુમાર ચક્રવર્તીએ સાતસો સાતસો વરસ સુધી ભયંકર રોગો સહન કર્યા, પણ જરાયે આધિ નહિ : વ્યાધિ ખરી પણ આધિ નહિ. વ્યાધિ કર્મયોગે આવે પણ દરકાર નહિ: એ તો કહેતા કે, આ તો કર્મક્ષયમાં સહાયક છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org