________________
૩: પરલોકની ચિંતાને પ્રધાન બનાવો !
સંસારમાં એક સંયમી જ સુખી :
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ મંગલાચરણમાં તીર્થની જયનશીલતા વર્ણવી અને તે વર્ણવતાં ફરમાવ્યું છે કે, આ તીર્થ જયવંતુ વર્તે છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, તેમ એક પણ યોગ્ય વિચારનો તેમાં ઇન્કાર નથી. એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવા સિદ્ધ થયા છે કે એને સેવનાર આત્મા, કર્મમળથી રહિત થઈ મુક્તિપદને પામે. માટે જ તે તીર્થ શાશ્વત છે, અનુપમ છે અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે.
પછી અભિધેયનું પ્રતિપાદન કરતાં પણ ટીકાકાર મહર્ષિએ ફરમાવી દીધું કે ભગવાન શ્રી મહાવીરદેવે જગતના હિત માટે આ સુનિશ્ચિત આચારાંગ શાસ્ત્રને કહ્યું છે અને તેને જ અનુસરીને હું કાંઈક કહું છું. આ પ્રમાણે કહીને ભગવાન શ્રી મહાવીરદેવની અને તેમના આગમની આધીનતા સ્વીકારી.
તેમજ તે મહર્ષિએ ત્રીજા શ્લોક દ્વારા પ્રભુશાસનની નિશ્રાએ વિચરતા મુનિપુંગવોની આધીનતા બતાવતાં ફરમાવ્યું કે “શ્રી ગંધહસ્તિ રચિત અને અતિગહન એવા શસ્ત્રપરિજ્ઞાવિવરણમાંથી સુખપૂર્વક બોધ થઈ શકે, તે માટે કંઈક સારને ગ્રહણ કરું છું.”
આ પછી પીઠિકામાં તે મહર્ષિએ સુખના અર્થીઓને માટે ફરમાવ્યું કે, રાગદ્વેષ અને મોહથી પરાભવને પામેલા અને એથી જ શારીરિક અને માનસિક અનેક અતિ કટુ દુઃખોના ઉપનિપાતથી પીડાતા સર્વ સંસારવત જીવોએ તે દુઃખોનો અને તે દુઃખોનાં કારણભૂત રાગ, દ્વેષ અને મોહાદિકનો નાશ કરવા માટે હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ.’ આ પ્રમાણેના કથનથી ટીકાકાર મહર્ષિએ સંસારનું સ્વરૂપ અને મુક્તિનો ઉપાય બંને બતાવી દીધાં અને એથી સ્પષ્ટ જ છે કે, “રાગ-દ્વેષ અને મોહથી પરાભવ પામેલાં પ્રાણીઓ શારીરિક અને માનસિક પીડાઓથી પીડાતાં જ હોય છે.'
એકેએક જ્ઞાની પુરુષે આ સંસારને દુઃખમય તરીકે ઓળખાવ્યો છે એટલું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org