________________
૩: પરલોકની ચિંતાને પ્રધાન બનાવો !
5
• સંસારમાં એક સંયમી જ સુખી : • જેને પરલોકની ચિંતા નથી, તેની ધર્મક્રિયા નિષ્ફળ : • ધર્મ, ચિરપરિચિત નથી : • આ લોકમાં ચોંટાડવા, એ મુશ્કેલ નથી : • પરલોકના ચિંતક જે ધર્મ બતાવે,
તે આ લોકના ચિતક ન બતાવે :
વિષયઃ શસ્ત્રપરિજ્ઞા વિવરણમ્ - પીઠિકા ચાલુ
આ વ્યાખ્યાનની શરૂઆતમાં જ 'પરલોકની પ્રધાનતા ન હોય તેની ધર્મક્રિયા કેવી રીતે નિષ્ફળ જાય છે તેની સ્પષ્ટતા કર્યા બાદ પરલોકપ્રધાન ધર્મક્રિયાનું સ્વરૂપ સમજવા માટે સર્વજ્ઞનાં શાસ્ત્રો જ પ્રમાણભૂત છે, એ મુદ્દો બરાબર મજબૂત કર્યો છે. આ લોકનાં અર્થ-કામાદિ કાર્યોમાં દુનિયાને જોડવી એ જરા પણ અઘરું નથી પણ પરલોકને સુધારવા જરૂરી ધર્મમાં જોડવી, સ્થિર કરવી એ અઘરામાં અઘરું કાર્ય છે. માટે જ અર્થ-કામ માટે ઉપદેશની જરૂર નથી પરંતુ ધર્મ માટે જ ઉપદેશની જરૂર છે, એ વાત સુપેરે સમજાવી આપી છે. શરીરને ઉપાધિરૂપ સમજતા સનસ્કુમાર ચક્રવર્તીનું પ્રસિદ્ધ દષ્ટાંત નામમાત્ર સ્પર્શીને કર્મયોગ આવતા વ્યાધિને સમતાપૂર્વક સહવાની શીખ પણ આપી છે.
મુવાક્યાત
• સંસારમાં રહેલો સંયમી પણ સુખી. • પરલોકની વિધિ માટે તો શાસ્ત્ર જ પ્રમાણભૂત છે. • આ લોકની લાલસામાં જ રાચેલમાચેલ હોય, તેને આ શાસ્ત્ર રુચિકર ન નીવડે. • દુનિયાના પદાર્થો પ્રત્યે આ મારું નથી' - એમ થાય, ત્યારે જ ધર્મ ઉપર સાચો પ્રેમ થાય. • આ લોકમાં ચોંટાડવા જરાય મુશ્કેલ નથી, નજરને પરલોક તરફ વાળવી જ અઘરું છે. • માન્યતા મજબૂત થઈ, એટલે ક્રિયા તો દોડતી આવશે. • સમ્યગ્દષ્ટિ કુટુંબો એવા કે દુનિયાદારીના પદાર્થો લેવામાં આનાકાની કરતાં, પણ છોડવામાં
આનાકાની નહોતાં કરતાં. • આચાર-વિચાર અખંડપણે ચાલુ હોય તો બધું કામ સહેલું છે. • પરલોકની ચિંતા કરનાર ગુરુ જે ધર્મ બતાવે, તે આ લોકની ચિંતા કરનારાં મા-બાપ ન જ
બતાવી શકે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org