________________
૭૪
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
30
મોક્ષમાર્ગે ચડે. ધર્મકથાઓ સાંભળી પાપનો ત્યાગ કરવાનો છે, પાપમાર્ગથી છેટા રહેવાનું છે અને મોક્ષમાર્ગની આરાધના કરવાની છે.
૨- “પિતાનુયો: સૂર્યપ્રજ્ઞાજિ:'
શ્રી સૂર્યપ્રાપ્તિ આદિ ગણિતાનુયોગમાં આવે છે. ગણિતાનુયોગમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર તથા તારા આદિ પદાર્થોની ગણના અને દીપ, સાગર, પહાડ તથા નદીઓ વગેરેનું ક્ષેત્ર, ક્ષેત્રફળ, આદિનું વર્ણન. આ બધું કહેવાનો હેતુ પણ એ જ કે જીવ આટલા આટલા સ્થાને ભટકી રહ્યો છે, ત્યાંથી ક્વચિત્ આવી સામગ્રી પામે છે, એ સામગ્રીને જો હારી ગયો તો પાછો ફેર આવાં આવાં સ્થાનોમાં એવો રખડશે, કે એનો પત્તો પણ નહિ લાગે !
રૂ-વ્યાનુયોજી: પૂર્વાન સમાવિષ્પ'
પૂર્વે અને “સમ્મતિતર્ક આદિ દ્રવ્યાનુયોગમાં આવે છે. દ્રવ્યાનુયોગમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાલ - આ છ દ્રવ્યોનું સ્વરૂપ આવે. આનો પણ હેતુ એ જ કે વસ્તુ સ્વરૂપથી જાણ થઈ આત્માને મલિન થતો અટકાવી શકાય. પરમશુદ્ધ ચૌદપૂર્વી જેવા મહર્ષિઓ પણ પોતાના સ્વરૂપથી ખસી જાય, તો તેઓ પણ ઠેઠ નિગોદમાં પણ ચાલ્યા જાય. માટે આત્માને પોતાના સ્વરૂપમાં સુસ્થિર રાખવો -
४ - 'चरणकरणानुयोगश्चत्ताचारादिकः'
શ્રી આચારાંગસૂત્ર આદિ ચરણકરણાનુયોગ છે. ચરણકરણાનુયોગમાં ચરણસિત્તરી, કરણસિત્તરી, સંયમના પ્રકારો અને નિગ્રંથના આચારો વગેરેનું વર્ણન આવે.
દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવાનની વાણી આ રીતે ચાર વિભાગમાં વહેંચાયેલી છે. ધર્મકથાનુયોગ આદિ ચારે અનુયોગોમાં “ચરણકરણાનુયોગની જ પ્રધાનતા છે' - આ વાત દર્શાવવા માટે ટીકાકાર મહર્ષિ સ્પષ્ટપણે લખે છે કે -
'सच प्रधानतमः, शेषाणां तदर्थत्वात्, तदुक्तम्- 'चरणपडिवत्तिहेडं जेणियरेतिण्णि अणुओगत्ति तथा चरणपडिवत्तिहेउं धम्मकहाकालदिक्खमादीया । दविए दंसणे सोही दंसणसुद्धस्स चरणं तु ॥१॥' गणधरैरप्यत एव तस्यैव आदी प्रणयनमकारि, अतस्तत्प्रति पादकस्याचारास्यानुयोग: समारभ्यते'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org