________________
અ૭
– ૬ : ચાર અનુયોગનો વિવેક - 26
–
૭૩
અત: પ્રાર્થનાનુયો.' અમે શ્રી અરિહંત ભગવાનના વચનના અનુયોગને શરૂ કરીએ છીએ.' જેનાથી દુનિયાનાં દુઃખોનો નાશ થાય, અને દુનિયા વાસ્તવિક સુખને પામે એવી જે વસ્તુ હોય, તેનું વર્ણન કરવું એ જ અમારા માટે હિતાવહ છે. દુનિયાનું દુઃખ દૂર થાય એવું કથન શ્રી અરિહંતદેવના વચન સિવાય બીજે કયાંય નથી.
શ્રી અરિહંત ભગવાન એટલે જેમનામાં રાગ, દ્વેષ અને મોહાદિ દોષોનો સર્વથા અભાવ હોય તે ! તારે કોણ? તર્યા હોય તે ! પોતે જ ડૂબેલા હોય તે બીજાને શું તારે ? અનુયોગના ચાર પ્રકાર:
આથી જ ટીકાકાર મહર્ષિ નિશ્ચયપૂર્વક કહે છે કે ભગવાન શ્રી અરિહંતદેવના ઉપદેશ વિના કોઈ પણ આત્મા કદી પણ આ સંસારસાગરને તરી શકે તેમ નથી. માટે અમે શ્રી અરિહંતદેવના વચનના અનુયોગનો પ્રારંભ કરીએ છીએ.
ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહેલી વસ્તુ કહેવાય તેટલા પ્રમાણમાં કહેવી, અને દેવાય તેટલા પ્રમાણમાં દેવી. શ્રી જિનેશ્વર ભગવાનની – અનંત કરુણાળું શ્રી અહંતુ ભગવાનની વાણી, કેવળ જગતના કલ્યાણ માટે કહેવાયેલી એ પવિત્ર વાણી, ચાર વિભાગમાં વહેંચાયેલી છે, એ બતાવતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે :
___स च चतुर्द्धा, तद्यथा-धर्मकथानुयोगो, गणितानुयोगो, द्रव्यानुयोगश्चरण
તે અનુયોગ ચાર પ્રકારનો છે અને તે ચાર પ્રકાર આ -૧ ધર્મકથાનુયોગ, ૨ ગણિતાનુયોગ, ૩દ્રવ્યાનુયોગ અને ૪ ચરણકરણાનુયોગ: તેમાં -
१- 'धर्मकथानुयोग उत्तराध्ययनादिकः'
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે ધર્મકથાનુયોગ છે. ધર્મકથાનુયોગમાં વિવિધ કથાઓ હોય. મહાપુરુષો જે કાર્યવાહી કરી આત્મકલ્યાણ સાધી ગયા, તેમની તથા હીનભાગ્ય આત્માઓ અયોગ્ય વર્તનથી આત્માને સંસારમાં રૂલાવી ગયા તેમની કથાઓ - જેમાં ધર્મ પમાડવા માટે હોય, તે ધર્મકથાનુયોગ! એ બે પ્રકારની કથાઓનો હેતુ એ જ કે દુનિયા પાપથી બચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org