________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨
અને મોહાદિક દોષોનો આત્યંતિક ક્ષય શ્રી અરિહંતદેવ સિવાય અન્યને હોતો જ નથી, એટલે શ્રી અર્હત્ સિવાય કોઈ આપ્ત કહેવરાવવાને લાયક જ નથી અને એ આપ્ત શ્રી અર્હત્ દેવના ઉપદેશ વિના વિશિષ્ટ વિવેકની પ્રાપ્તિ થતી જ નથી અને એ વિશિષ્ટ વિવેક વિના હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન માટે ઉચિત યત્ન થઈ શકતો નથી.
૭૨
ખરેખર, સકલ અતિશયોના સમૂહથી સંપન્ન થયેલા ૫૨મ આપ્ત શ્રી અર્હત્ દેવના ઉપદેશ વિના સાચા વિવેકરત્નની પ્રાપ્તિ થઈ શકતી નથી અને તે પરમ શુદ્ધ વિવેકરૂપ રત્નના પ્રકાશ વિના પદાર્થોના હેય તથા ઉપાદેયપણાનો વાસ્તવિક નિશ્ચય પણ થતો નથી. અને એ ન થાય ત્યાં સુધી રાગ, દ્વેષ અને મોહ જતા નથી. એ ત્રણ દોષ જાય નહિ ત્યાં સુધી દુઃખ જાય નહિ અને દુ:ખ જાય નહિ ત્યાં સુધી સુખની પ્રાપ્તિ પણ થાય નહિ અને સુખની ઇચ્છા ફળે પણ નહિ !
348
સુખની ઇચ્છા સફળ કરવા માગતા હો તો શ્રી અરિહંતદેવના ઉપદેશને આધીન થવું પડશે. જેમ જેમ શ્રી અરિહંતદેવના ઉપદેશની આધીનતા થતી જશે, તેમ તેમ વિવેક પેદા થતો જશે. જેમ જેમ વિવેક પેદા થતો જશે, તેમ તેમ હેય અને ઉપાદેય પદાર્થોનું ભાન થતું જશે. એ ન થવાથી રાગ, દ્વેષ અને મોહ દૂર થતા જાય અને એ દૂર થતા જાય તેમ તેમ દુઃખ જાય અને સુખની પ્રાપ્તિ થાય. ત્યારે, સુખની પ્રાપ્તિ થાય માટે સૌથી પ્રથમ જરૂર શાની ? ભગવાન શ્રી અરિહંતદેવના ઉપદેશની ! શ્રી અર્હત્ કોણ ? જગતમાંથી તારનાર. જગતમાં તારનાર અર્હત્ સિવાય કોઈ નથી.
જે આત્મામાં રાગ, દ્વેષ અને મોહાદ પડેલ હોય, તે કદી જગતનો મુખ્ય તા૨ક બની શકતો જ નથી. સૌથી પહેલાં એ જોવાનું કે આપણે જેને મુખ્ય તારક માનીએ, તેમાં દોષ તો હોવો જ ન જોઈએ. આપણે એ જોયું કે અર્હત્ ભગવાનમાં દોષ તો એક પણ નથી, પણ એમના ઉપદેશને હૃદયમાં ઉતાર્યા વિના વિવેક ક્યાંથી આવે ? ઉપદેશના શ્રવણ વિના વિવેક જાગે જ નહિ ! અને એ ન જાગે ત્યાં સુધી હેય અને ઉપાદેયનો ભેદ સમજાય નહિ અને એ ભેદ સમજાય નહિ, ત્યાં સુધી રાગ, દ્વેષ અને મોહ ઓછા થાય નહિ : એ ઓછા થાય નહિ, ત્યાં સુધી દુ:ખ જાય નહિ અને સુખ થાય નહિ. આથી જ ટીકાકાર મહર્ષિ કહે છે કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org