________________
૬ઃ ચાર અનુયોગનો વિવેક
શ્રી જિનશાસનમાં તારક કોણ?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવી ગયા કે આ સંસારમાં રાગ, દ્વેષ અને મોહથી પરાભવ પામેલા જીવો, શારીરિક અને માનસિક અનેક પ્રકારની પીડાઓથી પીડાતા જ હોય છે એટલા માટે એ પીડા દૂર કરવા ખાતર, એના કારણભૂત રાગ, દ્વેષ અને મોહને દૂર કરવા જોઈએ, અને એ દૂર કરવા માટે હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જોઈએ.
જ્યાં સુધી આત્માને હેય તથા ઉપાદેયનો નિશ્ચય ન થાય, ત્યાં સુધી આત્મા દુ:ખના કારણભૂત રાગ, દ્વેષ તથા મોહને હઠાવી શકતો નથી. આથી નિશ્ચિત છે કે અતિકટુક શારીરિક અને માનસિક દુઃખના અને તે દુઃખના હેતુભૂત રાગ, લેષ અને મોહના ફંદાથી છૂટવા માટે હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન અર્થે પ્રયત્ન કરવો જોઈએ.” હવે એ હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન માટેનો પ્રયત્ન કયારે થાય-એ દર્શાવવા ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
'सचन विशिष्टविवेकमृते, विशिष्टविवेकश्च न प्राप्ताशेषातिशयकलाप्राप्तो- पदेशमन्तरेण, आप्तश्च रागद्वेषमोहादीनांदोषाणामात्यन्तिकप्रक्षयात्, सचाहत एव"
તે હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાન માટેનો પ્રયત્ન વિશિષ્ટ વિવેક વિના થઈ શકતો નથી અને વિશિષ્ટ વિવેક સકળ અતિશયોના સમૂહને પામેલા આપ્ત પુરુષના ઉપદેશ વિના પ્રાપ્ત થતો નથી રાગ, દ્વેષ અને મોહ આદિ દોષોના આત્યંતિક ક્ષયથી આખ પણું થાય છે, તે અહત જ હોય છે.' ભાગ્યવાનો ! વિચારો આ કેવું સુંદર માર્ગદર્શન છે ? વિશ્વના દુઃખી જીવોના દુઃખનિવારણ માટે ટીકાકાર મહર્ષિએ કેવો અનુપમ માર્ગ દર્શાવ્યો છે ? જે આત્માઓ સંસારને, સંસારના સ્વરૂપને, સંસારના યોગે ઉત્પન્ન થતાં દુ:ખોને, અને તે દુઃખોના સ્વરૂપને તથા તે દુઃખોના મૂળ હેતુઓને નથી સમજી શકતા, તેઓ આ રીતનું અવ્યાહત માર્ગદર્શન કરાવી શકતા જ નથી. આથી ટીકાકાર મહર્ષિએ સ્પષ્ટ અક્ષરોમાં જણાવી દીધું કે રાગ, દ્વેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org