________________
૬ઃ ચાર અનુયોગનો વિવેક
• જિનશાસનમાં તારક કોણ ? • અનુયોગના ચાર પ્રકાર : ૦ મહત્તા, ચરણકરણાનુયોગની ! • જ્ઞાનનું ફળ વિરતિ છે :
• ત્રણે અનુયોગમાંથી લેવાનું શું? • ધર્મ પાસે મગાય શું? ૦ અન્નના અભાવે ઝેર ન લેવાય :
વિષય : હેય ઉપાદેવનું પરિજ્ઞાન અને એ માટેનો પ્રયત્ન કયારે થાય?
હેય વસ્તુની ત્યાજ્યતા અને ઉપાદેય વસ્તુની સ્વીકાર્યતાનું સુંદર બયાન પૂર્વનાં પ્રવચનોમાં ર્યા બાદ પ્રવચનકારશ્રીએ ટીકાના આધારે હવે હેયોપાદેયના જ્ઞાનનો પ્રયત્ન ક્યારે થઈ શકે તે વાત આ પ્રવચનના માધ્યમથી સમજાવવાની શરૂ કરેલ છે. એ માટે જરૂર છે વિવેકની. એ પેદા થાય છે વિશિષ્ટ અતિશયથી યુક્ત એવા ધર્મોપદેશથી. અને વિશિષ્ટ અતિશયથી યુક્ત ધમપદેશ તો આપ્તનો જ સંભવી શકે. આપ્તપણું મેળવવા રાગદ્વેષમોહાદિનો સંપૂર્ણ ક્ષય જરૂરી છે. તે અરિહંત પરમાત્માને હોય છે. માટે વસ્તુતઃ અરિહંતોનો ઉપદેશ જ જરૂરી છે. આ વસ્તુનું નિરૂપણ ખૂબ જ સહજ રીતે કર્યું છે, એના જ અનુષંગમાં ચાર પ્રકારના અનુયોગ, એમાં મહત્તા કોની ?, અનુયોગમાંથી શું ગ્રાહ્ય ?, આનંદ અને કામદેવનું જીવન વગેરે જણાવી “જ્ઞાનનું ફળ વિરતિ’ કઈ રીતે ? - એ સમજાવતાં પ્રવચન પૂર્ણ કર્યું છે.
ଏଣ • દુનિયાનું દુઃખ દૂર થાય એવું કથન શ્રી અરિહંતદેવના વચન સિવાય બીજે ક્યાંય નથી. • તારે કોણ ? તર્યા હોય તે ! પોતે જ ડૂબેલા હોય તે બીજાને શું તારે ? • કથાઓને હેતુ એ જ કે દુનિયા પાપથી બચી મોક્ષમાર્ગે ચડે. • જ્ઞાનનું ફળ “પાપથી પાછા ફરવું' એ છે. એ દશા ન આવે તો એ જ્ઞાન, એ જ્ઞાન નથી પણ
અજ્ઞાન છે. - થોડું ભણેલો પણ સંયમી હોય તો એ મહાજ્ઞાની અને ઘણું ભણેલો પણ સંયમથી વિમુખ હોય, તો
તે મહાઅજ્ઞાની. • ધર્મકથા જો કહેનારને કહેતાં ન આવડે, સાંભળનાર સાંભળી ન જાણે, તથા એનો સદુપયોગ ન
કરે, તો એ ધર્મકથા એ જ વિકથા-પાપકથા બને. • ધર્મ તો માગો તે આપે, પણ ભેદ એટલો કે મોક્ષના અર્થીને બધું આપે અને પુત્રાદિકના અર્થીને
તે તે આપીને દૂર થઈ જાય તેને છોડી દે. એક પણ બાળક અજ્ઞાની રહે એવી ઇચ્છા હોવી ન ઘટે, પણ જો મિથ્યાજ્ઞાનરૂપ જ્ઞાન મળતું
હોય તો બહેતર છે કે એવા જ્ઞાનનો અભાવ રહે. • જીવવાની સામગ્રી અપાય તેટલી આપવી તે ધર્મ, પણ જીવન બચાવવા યોગ્ય સામગ્રી આપવાની
તાકાત ન હોય, તો નાશ થાય તેવી વસ્તુ દેવી એ કાંઈ ધર્મ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org