________________
--
- ૬ ચાર અનુયોગનો વિવેક - 26
–
૭૫
તે ચરણકરણાનુયોગ પ્રધાનતમ-અતિશય શ્રેષ્ઠ છે, કારણ કે બાકીના ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ આ ત્રણે અનુયોગો ચરણકરણાનુયોગને માટે જ છે. આથી જ કહ્યું છે કે “ઇતર ત્રણે અનુયોગો ચરણ પ્રતિપત્તિના હેતુઓ છે, માટે ચરણકરણાનુયોગ સર્વથી પ્રધાન છે.' તથા “ધર્મકથા, કાલ અને દીક્ષા વગેરે ચરણપ્રતિપત્તિના જ હેતુઓ છે: દ્રવ્યાનુયોગના સભાવે દર્શનની શુદ્ધિ થાય છે અને દર્શનથી શુદ્ધ થયેલા આત્માને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ જ કારણથી શ્રી ગણધરદેવોએ પણ ચરણકરણાનુયોગનું જ આદિમાં પ્રણયન કર્યું છે અને એ જ કારણથી ચરણકરણાનુયોગના પ્રતિપાદકશ્રી આચારાંગ' નામના પ્રથમ અંગસૂત્રનો
અનુયોગ અમે આરંભીએ છીએ. હવે તમે સમજી શક્યા હશો કે શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ, ૧. ધર્મકથાનુયોગ', ૨. ગણિતાનુયોગ, ૩. દ્રવ્યાનુયોગ અને ૪. ચરણકરણાનુયોગ' - આ ચાર પ્રકારે વહેંચાયેલો છે અને તે ચારેમાં શ્રેષ્ઠતા ચરણકરણાનુયોગની છે. મહત્તા, ચરણકરણાનુયોગની!
ચરણકરણાનુયોગને બાજુએ મૂકીને બીજા ત્રણે અનુયોગોનો ઉપયોગ કરી શકાય તેમ છે જ નહિ. એટલે કે “ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ” - આ ત્રણે અનુયોગો ચરણની પ્રાપ્તિના જ હેતુ તરીકે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વર્ણવાયેલા છે. ચારિત્રની પ્રાપ્તિ માટે જ ધર્મકથાનુયોગાદિ ત્રણે અનુયોગોની આવશ્યકતા છે. ધર્મકથાનુયોગાદિ ત્રણે અનુયોગો સંસાર અને જીવાદિક તત્ત્વોના સ્વરૂપને સમજાવી, આત્મકલ્યાણના અનન્ય સાધનરૂપ સંયમમાર્ગ તરફ જ વાળવા માટે છે. ધર્મકથાનુયોગથી આત્મા કરણીય અને અકરણીય આદિના વિવેકને સહેલાઈથી સમજી શકે છે. ગણિતાનુયોગ, લોકસ્વરૂપની ભાવનામાં અતિ ઉપયોગી છે અને દ્રવ્યાનુયોગ, સમ્યકત્વની શુદ્ધિનું પરમ સાધન છે. એ રીતે એ ત્રણે અનુયોગો ચરણની પ્રાપ્તિમાં જ સહાયક છે. ચારિત્રના વિરોધી આત્માઓ શ્રી જિનેશ્વર દેવના એક પણ અનુયોગના સેવક છે, એમ માની શકાય તેમ નથી કારણ કે શ્રી અરિહંતદેવના વચનનો એક પણ અનુયોગ એવો નથી, કે જે અનુયોગ આત્માને ચારિત્રનો પિપાસુ ન બનાવે ! શાનનું ફળ વિરતિ છે:
અને એ વાત પણ સાચી છે કે જેનું ફળ વિરતિ નહિ, તે જ્ઞાન કામનું શું ? ફળ વિનાની વસ્તુ કશા જ કામની નથી હોતી, તો પછી વિરતિરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org