________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
– ૩૦
ફળ વિનાનું જ્ઞાન પણ શું કામનું ? આથી તદ્દન ખુલ્લું જ છે કે અભણ અને ભણેલાની કાર્યવાહી એકસરખી ન હોય. થોડું ભણેલો પણ સંયમી હોય તો એ મહાજ્ઞાની અને ઘણું ભણેલો પણ સંયમથી વિમુખ હોય, તો તે મહાઅજ્ઞાની. શાસ્ત્ર એટલા માટે તો મિથ્યાષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે.'
જેમ, સાથી તે, કે જે સ્થાને પહોંચાડે રખડાવી મારે તે સાથી શું કામનો ? અને સ્ટીમર તે, કે જે બંદર પર લઈ જાય. તેમ જ્ઞાન કયું? - એ વિચારવાનું ખરું કે નહિ ? વેપાર તે, કે જેમાં કમાણી હોય. ખ્યાતિ તે, કે જેમાં જ્યાં જઈએ ત્યાં અવિશ્વાસ ન થાય. એમ જ જ્ઞાન પણ તે જ, કે જે આત્માને સન્માર્ગે લઈ જાય : ઉન્માર્ગે લઈ જાય તે જ્ઞાન જ નથી. જ્ઞાન તો પાપની પરંપરાથી છોડાવે. દિ’ ઊગ્યે પાપની પરંપરામાં આત્માને જોડાવે તે જ્ઞાન ન કહેવાય. જે પદ્ગલિક પદાર્થો પ્રત્યેના મારાપણાને ન છૂટવા દે, તે જ્ઞાન કે અજ્ઞાન ? આ જ કારણે શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહસ્વામીજીએ ચરણરહિત જ્ઞાનીને ચંદનના ભારને ઉઠાવનાર રાસભની સાથે સરખાવેલ છે. ચંદનના બોજાને ઉઠાવનાર રાસભ ચંદનની શીતલતાનો કે સુગંધીનો લાભ લઈ શકતો નથી, તે બિચારો તો માત્ર બોજ જ ઉઠાવનાર છે, અને બીજાને લઈને ન ચાલી શકે તો ડફણાં ખાય. પ્રાયઃ એ એક જ જાનવર એવું છે, કે તેની પાસે કામ કરાવનાર માલિક પણ તેના ખાનપાનની ચિંતા ન કરે અને કરે તો પણ નજીવી જ. બિચારી એ જાત મૂર્ખ પણ ભયંકર હોય છે : કારણ કે એની અજ્ઞાનતા અજબ હોય છે. ચાર મણના બોજાને લઈને સીધા નહિ ચાલનાર તેની ઉપર તેનો માલિક થોડીકવાર ચડી બેસે અને પછી ઊતરી જાય એટલે તે સીધો ચાલે અને એમ માને કે “હાશ ! બોજો ઊતરી ગયો.” આવા અજ્ઞાન જેવા રાસભની સાથે ચારિત્રહીન જ્ઞાનીની સરખામણી કરી ચૌદપૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહસ્વામીજી ફરમાવે છે કે સંયમથી, વિરતિથી, ચારિત્રથી અને આચારથી હીન એવો જ્ઞાની, રાસભની જેમ માત્ર ભારનો જ ભાગીદાર થાય છે, પણ સદ્ગતિનો ભાગીદાર થતો નથી. જ્ઞાનનું ફળ “પાપથી પાછા ફરવું' એ છે. એ દશા ન આવે તો એ જ્ઞાન, એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. ત્રણે અનુયોગોમાંથી લેવાનું શું?
ચરણકરણાનુયોગને પામવા, એની આરાધનામાં આત્માને લીન કરવા, પ્રવીણ બનાવવા માટે પ્રથમના ત્રણ અનુયોગ! - એટલે કે ચરણની પ્રાપ્તિમાં તે અનુયોગો સાધન છે પણ એ સાધનોનો ઉપયોગ સીધો થવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org