________________
353
– ૬ : ચાર અનુયોગનો વિવેક - 26
–
ધર્મકથાનુયોગમાં વાત તો બધી આવે. ‘ભગવાન શ્રી શાંતિનાથ સ્વામી, શ્રી કુંથુનાથસ્વામી અને શ્રી અરનાથસ્વામીએ ચક્રવર્તીપણું ભોગવ્યું : ભગવાન શ્રી મહાવીરદેવ વગેરેના આત્માઓએ પૂર્વભવમાં ઘણુંયે કર્યું. રંગરાગ પણ કર્યા, ઉસૂત્રભાષણ પણ કર્યું, સંયમને આવું પણ મૂક્યું, નિયાણું પણ કર્યું, હેય પદાર્થોની સેવા પણ કરી, રાજઋદ્ધિ પણ ભોગવી, બધું કર્યું - આવી આવી વાતો સાંભળી કોઈ કહે કે “શ્રી તીર્થકરોએ પણ ચક્રવર્તીપણું ભોગવ્યું અને ભગવાન શ્રી મહાવીરદેવના આત્માએ પૂર્વભવોમાં ઉત્સુત્રભાષણ આદિ કર્યું, તો આપણે પણ ચક્રવર્તીત્વાદિને ભોગવવાની ઇચ્છા કરીએ કે વર્તમાન વિષયોને ભોગવીએ, તથા ઉત્સુત્રભાષણ આદિ આપણાથી પણ થઈ જાય તેમાં હરકત શું?” – એમ કહી પોતાનાં પાપકર્મનો બચાવ કરે અને હેયને ઉપાદેય કોટિમાં સમજે-સમજાવે, એ ધર્મકથાનુયોગનો સદુપયોગ કે દુરુપયોગ ? શાસ્ત્ર કહે છે કે ધર્મકથા જો કહેનારને કહેતાં ન આવડે, સાંભળનાર સાંભળી ન જાણે, તથા એનો સદુપયોગ ન કરે, તો એ ધર્મકથા એ જ વિકથા : કહોને કે એ જ પાપકથા બને.
જ્યારે એ વાત આવે કે “ભગવાનના જીવે આજ્ઞા ન પળાઈ એ ખાતર દ્વારપાળના કાનમાં પણ તપાવેલું શીશું રેડાવ્યું” ત્યારે શો વિચાર કરવાનો ? એ જ કે “મદના આવેશમાં આવી એ કર્યું તો ખરું, પણ કર્મબંધ એવો થયો, કે એને લઈને શ્રી તીર્થકરના ભાવમાં પણ કાનમાં ખીલા ઠોકાયા.” “ભગવાને નિયાણું કરીને બળ માગ્યું કે નહિ ?” - આ વાત છે, એ જ્ઞાની કે અજ્ઞાની ? સાથે સાથે એ કાં ન વિચારે કે “એ બળ માગવાના યોગે ભગવાનના આત્માની પણ હાલત શી થઈ ? બળ તો મળ્યું પણ તે પામીને સાતમી નરકે ગયા.” જે સંયમ આત્માને તારનાર હતું, મુક્તિપદે પહોંચાડનાર હતું, તે સંયમના યોગે શું થયું ? શાસ્ત્ર કહે છે કે જે વાતો, જ્ઞાની પુરુષોએ કહેલી વિધિને પુષ્ટ કરે તે ઉપાય અને બાકીની જોય તથા હેય !
કથામાં બે બાબતોનું વર્ણન જોવા મળે. એક તો ઋદ્ધિસિદ્ધિ પામીને એને તજીને મુક્તિએ ગયા તેમનું અને ઘોર પાપાત્માઓ મનુષ્યપણાને વેડફી સંસારમાં રૂલી ગયા તેમનું : તેમજ પુણ્યવાન આત્મા પણ મળેલી સામગ્રીમાં મૂંઝાઈ માનવજીવન હારી ગયા, એનું પણ વર્ણન આવે છે. આ બધામાં ઇરાદો એ જ કે સામગ્રી મળી હોય તો તેમાં લીન ન થવું પણ એના ત્યાગ તરફ વળવું. મહાપુરુષો પણ સાંસારિક પદાર્થોની, સુખસાહ્યબીની લીનતા છોડી સંયમમાર્ગે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org