________________
૭૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ -
-
3
ગયા તો જ કલ્યાણ સાધી ગયા. ધર્મકથાઓના એ હેતુઓ પડતા મૂકી, રાજારાણી અને શૃંગારાદિ રસની વાતચીતમાં જ પડી જનારા, એ તારક અનુયોગના યોગે પણ સંસારમાં રૂલી જાય એમાં આશ્ચર્ય શું છે?
આનંદ કામદેવ પાસે પરિગ્રહ કેટલો? આપણી પાસે શું છે?” એમ કહીને જેઓ આનંદ કામદેવ જેવા બનવું હોય તો જમીનદાર બનો, હળ રાખો, ગાડું રાખો, ગોકુળ વસાવે, ગમે તે રીતે પણ શ્રીમંત થાઓ' - આ પ્રમાણે કહે છે, તેઓ ખરે જ મહા અજ્ઞાની છે. જેઓના હૈયામાં આવી મલિન ભાવનાઓ અને આવા મલિન વિચારો ચાલતા હોય, તેઓનો ભગવાન શ્રી મહાવીરદેવના આગમની સાથે મેળ મળે શી રીતે ? શ્રી આનંદ કે શ્રી કામદેવ શ્રાવકની એ નામના, ગોકુળોના યોગે કે જમીન આદિના યોગે થઈ હતી એમ ? શાસનને પામ્યા પહેલાં પણ એ ઋદ્ધિસિદ્ધિ તો હતી, પણ શ્રાવક તરીકેની નામના ક્યારે થઈ ? એ કદી પણ એ અજ્ઞાનીઓએ વિચાર્યું છે? શાસન પામ્યા પછી ઋદ્ધિસિદ્ધિ ઓછી કરી કે વધારી ? એ જાણ્યું છે? જો ન જોયું હોય તો અજ્ઞાન પ્રલાપો કરી જગતને ઠગવાનું અને ઉન્માર્ગે દોરવાનું કામ બંધ કરવું જોઈએ.
ભગવાન શ્રી મહાવીરદેવ મળ્યા, તે તારકની વાણી સાંભળી અને જચી, તથા માર્ગ રુચ્યો કે તરત જ તે પુણ્યપુરુષોએ તો સમ્યકત્વ મૂળ બાર વ્રતનો સ્વીકાર કર્યો અને ધસ્યા આવતા મોહમય લક્ષ્મી આદિના પૂરને રોકી દીધું, તથા વિચાર્યું કે હવે વધુ તો નહિ જ ! તે પુણ્યપુરુષો શ્રાવક કયારે કહેવાયા ? ત્યારે જ કે જ્યારે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો સ્વીકાર કરી જીવનને મર્યાદિત બનાવ્યું.
શ્રી જિનેશ્વરદેવના સહવાસમાં આવવા પૂર્વે તો તેઓને પણ આશાનો અને ઇચ્છાનો પાર નહોતો, પણ પ્રભુના શાસનને પામી વ્રતધારી થયા પછી તો ધીમે ધીમે એવા બની ગયા કે અગિયાર પ્રતિમા વહન કરી અને કુટુંબના પાલક પુત્ર ઉપર બોજો મૂકી, ઘરના કારભારમાંથી પોતે મુક્ત થઈ ગયા. પૌષધ પણ એવો કરતા કે તેમાં અંગીકાર કરેલ ધ્યાનમાંથી દેવતાના ભયંકર ઉપસર્ગો છતાં પણ ચલાયમાન નહોતા થતા. ગૃહસ્થપણામાં અવધિજ્ઞાન પણ મેળવ્યું. આ બધું કોના યોગે ? એ વિચારો ! પણ ભવાભિનંદી આત્માઓને બધું અધૂરું જ લેવું હોય ત્યાં શું થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org