________________
355
- ૬ : ચાર અનુયોગનો વિવેક - 26 –
–
૭૯
શ્રી શાલિભદ્રની કથામાંથી નવાણું પેટીઓ યાદ રહે, પણ એ નવાણું પેટીનો ધણી “સ્વામી “શબ્દથી વિરાગ પામી સંયમ લઈ લે છે, એ યાદ ન રહે એ કઈ દશા ? નવાણું પેટીની સાહ્યબીવાળા પુણ્યપુરુષે ત્રિકાળપૂજા કદી છોડી છે? આ શાસનમાં શ્રીમંતોએ સંપત્તિ પામ્યા છતાં તેમાં મૂંઝાઈને ધર્મક્રિયા છોડી નથી, તેમ જ દરિદ્રાવસ્થામાં પણ ધર્માત્માઓએ ધર્મક્રિયા ત્યજી નથી. શ્રીમંતે લક્ષ્મીમાં મૂંઝાયા વિના અને હીન અવસ્થાવાળાએ તેની દરકાર કર્યા વિના ધર્મક્રિયા ચાલુ રાખી છે.
દ્રવ્યાનુયોગમાં પણ જીવ અને અજીવની ખાલી વાતો કરવા માત્રથી કલ્યાણ થઈ શકતું નથી. પેટ કે પ્રતિષ્ઠા ખાતર એવી વાતો કરનારા તો ઘણા છે, પરંતુ એમના હૃદયમાં એનું રહસ્ય ન જચવાના કારણે એવાઓ આજે પ્રભુ મહાવીર અને જૈન નામનો પણ દુરુપયોગ નથી કરી રહ્યા શું? ગણિતાનુયોગની પણ ખાલી વાતો કરવાથી કલ્યાણ ન થઈ શકે. આથી સ્પષ્ટ છે કે ત્રણે અનુયોગનો હેતુ જગતના આત્માઓને મિથ્યાત્વાદિકથી બચાવી, સમ્યક્તાદિક પમાડી, કલ્યાણકારી ચારિત્રના માર્ગે ચડાવી, મુક્તિએ પહોંચાડવાનો છે. એટલે ત્રણે અનુયોગના અભ્યાસીએ લેવાનું તો ચારિત્ર જ છે. ચારિત્રના સ્વીકાર વિના એ ત્રણની સફળતા પ્રાપ્ત થવી શક્ય નથી.
જે આત્મા પાપથી કંપતો રહે છે, તે જ આત્મા સાચો જ્ઞાની છે અને જે આત્માને હિંસાદિક પાપથી ડર નથી, તે આત્મા ગમે તેવો વિદ્વાન હોવા છતાં પણ પ્રભુશાસનમાં અજ્ઞાની તરીકે જ ઓળખાય છે. તેના જ્ઞાનની મોક્ષના જ એક ધ્યેયવાળા શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કાણી કોડી જેટલી પણ કિંમત નથી.
જે જ્ઞાની ગણાતો આત્મા પાપનો ભીરુ ન હોય, પાપને પાપ તરીકે માનનાર ન હોય, અને પાપની પાપ તરીકે અવગણના ન કરતો હોય, તે જગતને આશીર્વાદરૂપ થઈ શકે તેમ નથી જ. આ જ કારણે ચાર અનુયોગમાં સાધ્ય અનુયોગ તરીકે ચરણકરણાનુયોગ ગણાય છે. આખી દ્વાદશાંગીનું ધ્યેય જ એ એક જ છે. ધર્મ પાસે મગાય શું?
ધર્મ, અર્થના અર્થને અર્થ આપે, કામના અર્થીને કામ આપે, પુત્રના અર્થીને પુત્ર આપે, રાજ્યના અર્થીને રાજ્ય આપે, સ્વર્ગના અર્થને સ્વર્ગ આપે તથા અપવર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org