________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
(મોક્ષ)ના અર્થીને મોક્ષ પણ આપે. ધર્મ તો માગો તે આપે, પણ ભેદ એટલો કે મોક્ષના અર્થીને બધું આપે અને પુત્રાદિક આદિના અર્થીને તે તે આપીને દૂર થઈ જાય : તેને છોડી દે. માટે અર્થીપણું કેવું રાખવું-તેય વિચારણીય છે.
८०
ધર્મ તો પુત્ર પણ આપે, કામ પણ આપે, રાજ્ય પણ આપે, સ્વર્ગ પણ આપે અને મોક્ષ પણ આપે. જે ભાવનાએ કરો તે આપે, - માટે ‘અર્થ કામની કામનાએ પણ ધર્મ કરો !' એમ કહેવાય ? એમ કહેનારને તો મિથ્યાત્વ લાગે અને સાંભળનાર પણ મિથ્યાત્વ પામે ! એમ કહેવાથી મિથ્યાત્વની વૃદ્ધિ સિવાય બીજું પરિણામ આવે પણ શું ? ધર્મ આપે બધું, પણ હેયમાં ઉપાદેય બુદ્ધિ આવે તો મિથ્યાત્વ લાગે. માટે માગણી તો મોક્ષની જ હોવી જોઈએ ઃ મુક્તિ ન મળે ત્યાં સુધી બીજી વસ્તુઓ મળે તે વાત જુદી. બીજ વાવતી વખતે ખેડૂતને ઇચ્છા તો અનાજની જ હોય, ઘાસની ઇચ્છા તો ન જ હોય : ઘાસ થાય તે પણ ઢોર માટે, ઘરમાં ઢોર હોય એટલા પૂરતું રાખી બાકીનું વેચી એના પૈસાથી પાછું અનાજ લાવે ને વાવે. તેવી જ રીતે મોક્ષ માટે સમજવાનું છે. આજ તો કોઈ સ્થિતિ જ જુદી છે. જે ઇચ્છા હોવી જોઈએ, તેને તો ખૂણે જ રાખી મુકાય છે ને ન ઇચ્છવા યોગ્ય ચીજોમાં રાચ્યામાચ્યા રહેવાય છે.
અન્નના અભાવે ઝેર ન લેવાય :
જ્ઞાનનું ફળ વિરતિ. જે જ્ઞાનથી, વિરતિનાં પરિણામ ન પ્રગટે - વિરતિ તરફ સદ્ભાવ ન જાગે, - વિરતિ પ્રત્યે રુચિ ન થાય, તે જ્ઞાનનો લાભ શો ? રાસભ ઉપર ચંદનના બોજાની જેમ બોજારૂપ એવું જ્ઞાન પ્રશંસા યોગ્ય નહિ. જેની પ્રશંસા ન ઘટે, તેનો પ્રચાર પણ ન થાય. એક પણ બાળક અજ્ઞાની રહે એવી ઇચ્છા હોવી ન ઘટે, પણ જો મિથ્યાજ્ઞાનરૂપ જ્ઞાન મળતું હોય તો બહેતર છે કે એવા જ્ઞાનનો અભાવ રહે.
356
અનાજ ન મળે તો ધીરજ રાખવી એ ઠીક, પણ ઝેર ખાવાની ઘેલછા તો ન જ થવી જોઈએ. ભૂખથી મરનારને ઝેર ખાઈને મરનાર જેટલી તકલીફ ન પડે ! અનાજ માટે ઉદ્યમ તે સુઉદ્યમ, પણ અનાજના અભાવે ઝેર મેળવવાનો ઉઘમ તે કેવો ? જ્ઞાન ઇષ્ટ પણ અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન તો નહિ જ. ઝેર પ્રસર્યા બાદ પ્રાયઃ સમાધિ પણ ચાલી જાય. કોઈ એમ કહે કે ‘મારી પાસે અનાજ નથી તો ઝેર આપું છું !' તો ? કોઈ કહે કે - ‘આ ભૂખે મરે છે માટે ઝેર આપી પૂરો કરું છું' -તો ? એમ કહેવું જોઈએ કે ‘ભાઈ ! તારામાં તાકાત હોય તો અનાજ આપ, મારામાં તાકાત આવશે ત્યારે હું આપીશ, અને ન અપાય તો ભાવિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org