________________
351
-
૬ : ચાર અનુયોગનો વિવેક - 26
–
૮૧
પણ ઝેર તો ન જ અપાય'. ઝેરને ઝેર સમજાવાય, પરિણામ બતાવાય, છતાં ન સમજે તો એ કદાગ્રહી ખરો કે નહિ ? કાળું દેખાય છતાં ધોળું જ કહે એનો શો ઉપાય ? કશો જ નહિ. કોઈને જિવાડી ન શકાય માટે કોઈ એમ કહે કે “આ રિબાય છે માટે ગળું દાબી મારી નાખવા દે-તો ? આનો ઉત્તર એ જ કે
અજ્ઞાનના વિલાસ કરવા રહેવા દો. તારાથી કોઈને બચાવાય તો બચાવ, પણ ન બચાવાય તો મારવાના પ્રયત્નો કરવાનું રહેવા દે !”
ખરેખર જે જ્ઞાન, જે સાહ્યબી વગેરે સન્માર્ગે ન લઈ જાય, સન્માર્ગે ન લઈ જાય તો તો ઠીક, પણ ઊલટું ઉન્માર્ગે જ લઈ જાય, તો એ જ્ઞાન અને એ સાહ્યબી હાનિકર્તા છે. વૈદ્ય આવે અને તેને દરદી ન બચે એવો દેખાય તો તે એમ જ કહે કે “વ્યાધિ અસાધ્ય છે. મારી પાસે ઔષધ નથી, માટે જીવે ત્યાં સુધી સાચવો !' પણ એમ તો ન જ કહે કે “આને પૂરો કરો !” કારણ કે, એમ કહેવું એ ધર્મ નથી. ખરેખર તો એને જીવવાની સામગ્રી અપાય તેટલી આપવી તે ધર્મ, પણ જીવન બચાવવા યોગ્ય સામગ્રી આપવાની તાકાત ન હોય, તો નાશ થાય તેવી વસ્તુ દેવી એ કાંઈ ધર્મ નથી. એ દશામાં તો છેવટે-નમો અરિહંતાણં' કહેવાનું હોય, અને જેમ સમાધિ થાય તેમ આચરવાનું હોય, પણ દાબી દેવાનો વિચાર સરખો પણ ન થાય. એવો દરદી કલાક રહે કે વધારે રહે, દસ દિવસ રહે કે પંદર દિવસ પણ રહે, જેટલો વખત રહે, તેટલો વખત શ્રી નવકાર દેવાય, તેને સમાધિ મળે તેવા ઉપાયો અમલમાં મુકાય, પણ તેવા દરદીનું ગળું તો ન જ દાબી દેવાય. અસાધ્ય વ્યાધિવાળા દરદીને એમ મારી નાખવાનું નક્કી થાય, તો તો જીવી શકે એવા ઘણા રોજ મરી જાય. હજારો રોજ મરે એવી સ્થિતિમાંથી, શ્રી નવકાર દેવાઈ ચૂકેલા એવા તો કંઈ સાજા થયા અને હરતા ફરતા થયા છે, અને એવા થયા કે પહેલાં અધર્મી હતા તે ધર્માત્મા થયા, અનાચારી હતા તે સદાચારી થયા, પણ હતા તે દાતાર થયા, ખાનારા હતા તે તપસ્વી થયા. જો ગળું દાબી દેવાનો જ કાયદો હોત તો શું થાત ? કાયમ રોજ સેંકડો હજારો જીવોની જીવનદોરી તોડી નાખવામાં આવતા અને એની સમાધિ લૂંટી એના આત્માનું નિકંદન વાળવામાં આવત. શાસ્ત્ર કહે છે કે, તમારાથી બચાવાય તો બચાવો, થાય એટલા સારા કરવાના ઉપાયો કરો, પણ ખોટા ઉપાયો તો ન જ કરો, કે જેથી સ્વ-પરનો સંસાર વધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org