________________
૭ઃ આત્માને સબળ બનાવો !
27
• લોકહેરીને છોડો ! • પ્રાપ્તિ કરતાં ટકાવા મુશ્કેલ !
આત્માની કંગળ હાલત શાથી છે ? • આત્મતત્ત્વની જિજ્ઞાસા પેદા કરો ! • મારું શું ? - એ વિચારો ! • શક્તિ, આત્માની વધારે કે જડની ? • મહર્ષિ કુરગડુનું દૃષ્ટાંત :
• ઉદ્યમ પહેલો કે ભાગ્યે પહેલું ? • શક્તિનો અતિરેક પણ ન હોય : • મારું શું? એ વિચારો ! - ભક્તિ કરતાં આશાતનાથી બચો ! • શ્રી નેમિનાથ સ્વામી અને શ્રી કૃષ્ણ ! • જ્ઞાન, આરંભથી બચવા માટે મેળવો !
• શેઠના છ પુત્રોનું દાંત :
વિષયઃ ઉપદેશની પ્રાપ્તિ કર્યા બાદ તેનો ટકાવ કઈ રીર્ત કરવો? . શ્રી અરિહંતોનો ઉપદેશ જ હેયોપાદેયના જ્ઞાનમાં કારણ બને એ જણાવ્યા બાદ પ્રવચનકારશ્રીજી લોકહેરીનો ત્યાગ કરવાનું અહીં જણાવી રહ્યા છે, કેમ કે લોકહેરીના ત્યાગ વિના વસ્તુ હાથમાં આવે નહિ. આવેલી ટકે નહિ. એ માટે આખી દુનિયાને ભૂલીને આત્મહત્ત્વની જ જિજ્ઞાસા પ્રગટ કરવી જરૂરી છે. સતત આત્મતત્ત્વનું ચિંતન હોવું અનિવાર્ય છે. “હું કોણ અને મારું શું ?” આ વિચાર આત્મતત્વની ઓળખ કરાવે છે. દબાયેલો આત્મા શક્તિ ન પ્રગટાવી શકે. જડની ગુલામીથી બહાર આવીએ તો જ એ શક્ય બને. સ્વહિત સાધક પબરથરાજા, કુરગડુમુનિ, આર્યસુહસ્તિસૂરિજી અને સમ્રાટ સંપ્રતિ, કાર્તિક શેઠ જેવાનાં દૃષ્ટાંતોનો ઉપયોગ કરી વસ્તુને ખૂબ સરસ ખીલવી છે. સાથે શ્રી નેમિનાથ - શ્રીકૃષ્ણનો પ્રસંગ અને શેઠના છ દીકરાની વાત દ્વારા પણ ચાલુ વિષય સ્પષ્ટ કર્યો છે.
મુવાક્યાતૃત ૦ આત્મા લોકરીમાં પડ્યો, તો તેનામાંથી શાસન ગયું જ સમજો ! 0 લોકથી છૂટવા માટે શાસનની જરૂર. • દુનિયાના પદાર્થો મેળવવાની ઇચ્છા, એ આર્તધ્યાન અને મળેલી વસ્તુને ટકાવી રાખવાની ઇચ્છા
એ રૌદ્રધ્યાન ! • તમે જ્યાં બેઠા છો ત્યાં દુઃખ જ છે, સંસાર દુઃખમય છે - એ સમજો ! • જે આત્મા જડને પર માને, અને પોતે જાગ્રત થઈ જાય, તો જડતો એની આગળ શક્તિહીન જ છે. • શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપી લગામ નાંખો, તો મન, વચન અને કાયા ધારો તે કામ આપે, લગામ ગઈ
કે હાનિ કરે.
મન વશ કરવા માટે વચન અને કાયા પહેલાં વશ કરવા જોઈએ. • ઉદ્યમનો અર્થ દોડાદોડ કરવી તે નહિ, પણ આત્માની જાગૃતિ વિશેષ, કર્મ ખસેડવાનો ઉદ્યમ તે આત્માનો
ઉદ્યમ. • શાસનની રક્ષા માટે પણ સામર્થ્ય જોવું સામર્થ્ય ગોપવે તેય વિરાધક અને સામર્થ્ય વિના કૂદવા જાય તેય વિરાધક.
જીવાદિનું જ્ઞાન પણ આરંભના અખતરા માટે નહિ, પણ આરંભથી બચવા માટે, • સંસારની પિપાસા ઘટી હોય તો શાસ્ત્ર વાંચજો, નહિ તો આઘા રહેજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org