________________
૭: આત્માને સબળ બનાવો !
લોકહેરીને છોડો !
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરીશ્વરજી શ્રી આચારાંગ સૂત્રની પીઠિકા કરતાં એમ ફરમાવી ગયા કે, રાગ, દ્વેષ અને મોહથી પરાભવ પામેલા અને એટલા માટે શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં અતિ કટુક દુઃખોથી પીડાતાં એવાં સઘળાં સંસારી પ્રાણીઓએ દુઃખને અને એ દુઃખોમાં હેતુભૂત રાગ, દ્વેષ અને મોહને દૂર કરવા માટે, હેય એટલે તજવા યોગ્ય પદાર્થો અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય પદાર્થોના પરિજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ.
જ્યાં સુધી આત્મા હેયને હેય તરીકે ન સમજે, ત્યાં સુધી એનો રાગ, દ્વેષ અને મોહ ઘટવાનો નથી અને એ ન ઘટે ત્યાં સુધી ગમે તેવી સુખની ઇચ્છા હોય, પણ તે પાર પડવાની જ નથી.
હેય અને ઉપાદેય પદાર્થોના પરિજ્ઞાનનો પ્રયત્ન કરવા માટે વિશિષ્ટ વિવેક જોઈએ, અને એવો વિશિષ્ટ વિવેક પામવા માટે આપ્ત પુરુષની દેશના જોઈએ. આપ્ત છે, કે જેનામાં રાગ, દ્વેષ અને મોહનો સર્વથા અભાવ હોય. આપણે કોઈ વ્યક્તિની પાછળ બંધાયેલા નથી. નામથી ચાહે તે હોય, પણ જે હોય તે ભગવાનતે અહંતુ જોઈએ : જેનામાં રાગ, દ્વેષ અને મોહ સર્વથા ન હોય, તેવા કોઈ પણ હોય!-નામની જ જરૂર નથી. શા માટે ? અન્નપણું છે માટે ! શ્રી ઋષભદેવસ્વામીને પણ માનીએ અને શ્રી મહાવીરસ્વામીજીને પણ માનીએ. શાથી ? તેઓમાં અરિહંતપણું હતું માટે, આટલી વાત જેના અંતરમાં નક્કી થઈ જાય, તે કદી પણ ભૂલો ન પડે અને મુંઝાય નહિ : કારણ કે તેને તો શ્રી અરિહંતદેવનું વચન શિરસાવંઘ છે. એ તો એમ જ માને કે જેનામાં રાગ, દ્વેષ અને મોહ નથી, એ કદી અસત્ય કહે જ નહિ. જેના હૃદયમાં આવું પવિત્ર જૈનશાસન ઊતરી જાય, તે આત્મા દુનિયાના છળથી છળાય નહિ, દુનિયાની ધાંધલથી ગભરાય નહિ ? કારણ કે તેને લોકcરીની પરવા નથી હોતી. બાકી એ વાત ખરી છે કે, જો આ આત્મા લોકડેરીમાં પડ્યો, તો તો તેનામાંથી શાસન ગયું જ સમજો અને હૃદયથી શાસન ગયું એટલે માનો કે આત્માનો અધ:પાત થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org